તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યુનિ.માં આગામી રવિવારે ફેરમતદાન કે પુન:મતગણના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં આગામી રવિવારે ફેરમતદાન કે પુન:મતગણના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ગુજરાત યુનિવર્સિ‌ટી દ્વારા વિદ્યાર્થી સેનેટની ચૂંટણીની મંગળવારે યોજાયેલી મતગણતરીમા એબીવીપી અને એનએસયુઆઇના વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારીના વરવા દૃશ્યોને પગલે પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટના બાદ બુધવારે મામલો શાંત પડી ગયો હતો. યુનિવર્સિ‌ટી કેમ્પસમા વિદ્યાર્થી નેતાઓ ફરતા જોવા મળતા હતા. કોઇએ હજી સુધી આ મામલે સત્તાવારરીતે કુલપતિને રજૂઆત કરી નથી, પણ બિનસત્તાવારરીતે બંને િવદ્યાર્થી પાંખો સત્તાધીશો પર દબાણ લાવવા પ્રયાસ કરી રહી છે. આ મામલે કાનૂની અભિપ્રાય આવી ગયો છે, પણ ફેરમતદાન કરાવવું કે ફેરમતગણતરી તેની સત્તાવાર જાહેરાત આગામી શુક્રવારે કરાશે.

યુનિવર્સિ‌ટીના ઇતિહાસમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં ભાગ્યે જ જોવા મળતી તોફાન અને પોલીસ લાઠીચાર્જની ઘટના બાદ બુધવારે કેમ્પસમાં એસઆરપી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. આ વિખવાદ જે મામલે થયો તે ઓપન બેલેટ બોક્સના મામલે યુનિવર્સિ‌ટીએ કાનૂની અભિ‌પ્રાય મંગાવ્યો હતો, જે મોડી સાંજે આવી ગયો ત્યારબાદ પણ કોઇ સત્તાવાર નિર્ણય જાહેર કરાયો નહોતો. સુત્રોએ ફેરમતગણતરી કે ફેરમતદાનમાંથી કોઇ એકની શક્યતા દર્શાવી છે.

બોકસ ૨ : ફેરમતગણતરી કે ફેરમતદાન થશે, શુક્રવારે જાહેરાત થશે : એમ.એન.પટેલ, કુલપતિ

કાયદાકીય અભ્રિપ્રાય આવી ગયો છે, પણ સમયના અભાવે તેનો અભ્યાસ થઇ શકયો નથી. ફેરમતગણતરી કે મતદાનની થશે અને તેની આગામી શુક્રવારે જાહેરાત થશે. આગામી રવિવારે મતદાન કે મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો