તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શહેરના નવા ડીસીપી માટે જગ્યાનો પ્રશ્ન ઉકેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના નવા ડીસીપી માટે જગ્યાનો પ્રશ્ન ઉકેલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

અમદાવાદ શહેરના પ‌શ્ચિ‌મના વિસ્તારના ૧૧ પોલીસ સ્ટેશન જેના તાબા હેઠળ આવતા હતા તે ઝોન-૧ ડીસીપીનો વિસ્તાર ઘટાડીને સેટેલાઈટ, આનંદનગર, એલિસબ્રિજ, વેજલપુર અને સરખેજ મળીને પાંચ પોલીસ સ્ટેશન ધરાવતો નવો ઝોન-૭ બનાવાયો છે અને લગભગ પાંચ- છ દિવસથી નર્લિિ‌પ્ત રાય ઝોન-૭ ડીસીપી તરીકે હાજર પણ થઇ ગયા છે. પરંતુ ઝોન-૭ ડીસીપીની ઓફિસની જગ્યા નક્કી નહીં હોવાથી તેમને સત્તાવાર રીતે ક્યાંય ઓફિસ ફાળવવામાં આવી નથી. એટલું જ નહીં, ક્યાંય જગ્યા નહીં મળતા આખરે ઝોન-૭ ડીસીપી માટે સેટેલાઈટ પોલીસ સ્ટેશન સંકુલના પાર્કિંગની જગ્યામાં બિસમાર હાલતમાં પડેલી બે ઓરડીની જગ્યાની પસંદગી કરાઈ છે.

આટલું જ નહીં જગ્યા નક્કી થઇ જતા હાલમાં તે બંને ઓરડીમાં સમારકામ તેમજ રંગરોગાન સહિ‌તનું કામ ચાલી રહ્યું છે. જે ચાર-પાંચ દિવસમાં પૂરું કરીને તે ઓફિસ ડીસીપી ઝોન-૭ ને ફાળવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બે ઓરડીમાં પહેલા એન ડિવિઝન એસીપીની ઓફિસ બનાવવાની હતી, પરંતુ ડીસીપી માટે ક્યાંય જગ્યા નહીં મળતા આખરે ડીસીપી ઓફિસ બનાવવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના સ્ટાફમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે કારણ કે પોલીસ સ્ટેશન સંકુલમાં કોઇ ઉપરી અધિકારીની ઓફિસ હોય તો અધિકારીની હાજરીના કારણે પોલીસ કર્મચારીઓ કામચોર વૃત્તિ કે મનમાની કરી શકતા નથી અને ઉપરી અધિકારીના ડરથી ખોટું પણ કરી શકતા નથી.

:-લોકોની ફરિયાદોનો જલદી નિવેડો આવશે

અત્યારસુધી ઝોન-૧ ડીસીપીના તાબા હેઠળ ૧૧ પોલીસ સ્ટેશન હોવાથી તેમના માટે દરેક પોલીસ સ્ટેશનની નાની-નાની બાબતમાં ઊંડા ઉતરવું શકય ન હતું. પરંતુ હવે તેમનો વિસ્તાર અડધો થઇ જતાં બંને ડીસીપી તેમના વિસ્તારની નાની-નાની બાબતમાં ઊંડાણપૂર્વક કામ કરી શકશે. જેનો સીધો જ ફાયદો લોકોને થશે.:-પોલીસ ફરિયાદ નહીં લે તો સીધા ડીસીપી પાસે જઇ શકાશે

મારા-મારી, અકસ્માત, મિલકતના ઝઘડા, દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ વિશે સામાન્ય માણસની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી કારણ કે ઉપરી અધિકારીઓની ઓફિસો દૂર હોય છે. પરંતુ ઝોન-૭ ડીસીપીની ઓફિસ સેટેલાઈટ પોલીસ સ્ટેશન સંકુલમાં બનાવાતા હવેથી સેટેલાઈટ, આનંદનગર, એલિસબ્રિજ, વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો તેમની રજૂઆત અને ફરિયાદ ડીસીપી સમક્ષ કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો