તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સર્વિ‌સટેક્સ ચોરી કેસ: શુકન ગ્રૂપના બિલ્ડરોના જામીન રદ કરવા અરજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વિ‌સટેક્સ ચોરી કેસ: શુકન ગ્રૂપના બિલ્ડરોના જામીન રદ કરવા અરજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સર્વિ‌સ ટેકસની ચોરી કરીને સરકારી તિજોરીમાં જમા ના કરાવવાના ગુના હેઠળ શુકન ગ્રૂપના બિલ્ડ‌ર્સ પરસોત્તમ પટેલ અને જિતેન્દ્ર પટેલની ધરપકડ કર્યા બાદ ટેકસની ચોરીના ૧.૬૩ કરોડ પેટેના અડધા એટલે કે ૮૨ લાખ રૂપિયા ૩૧મી ડિસેમ્બર સુધીમાં ભરી દેવાની બાંયધરી સાથે મેટ્રોપોલિટન કો‌ર્ટમાંથી જામીન મેળવ્યાં હતાં. જો કે આ નાણાંમાંથી એક પાઈ પણ હજુ સુધી આ ગ્રૂપે જમા કરાવી નથી. પરિણામે આ બન્ને ભાગીદારો પર હવે સર્વિ‌સટેક્સની રકમ વસૂલાત બાબતે ભરોસો કરી શકાય તેમ ન હોવાથી તેમના જામીન રદ કરવા માટે સર્વિ‌સ ટેકસ વિભાગે કો‌ર્ટમાં અરજી કરી છે.
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રેસિડેન્સિયલ અને કોમર્શિ‌યલ સ્કીમ મૂકનારા શુકન ગ્રૂપના બિ‌લ્ડર પરસોત્તમ વેણીદાસ પટેલ અને જીતેન્દ્ર પટેલે ગ્રાહકો પાસેથી સર્વિ‌સ ટેક્સ પેટે ઉઘરાવેલા નાણાં વિભાગમાં જમા ન કરાવતાં સર્વિ‌સ ટેક્સે ગત તા. ૧૭મી ઓક્ટોબરના રોજ સર્વિ‌સ ટેક્સ ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. બાદમાં સર્વિ‌સ ટેકસ ચોરી પેટેની પ૦ ટકા રકમ ૩૧મી ડિસેમ્બર સુધીમાં ભરવાની ખાતરી આપતાં
૨૦મી ઓક્ટોબરના રોજ બંને આરોપીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કાયમી જામીન પર મુક્ત કર્યા હતા.
આરોપીઓએ જામીનની શરતોનું પાલન ના કરતાં સર્વિ‌સ ટેક્સ વિભાગે એડ્વોકેટ સુધીર કે.ગુપ્તા મારફતે સેશન્સ કો‌ર્ટમાં બંને આરોપીઓના કાયમી જામીન રદ કરવા અરજી કરતાં એવી પણ રજૂઆત કરી છે કે આ ગ્રૂપે સર્વિ‌સ ટેક્સનો રજિસ્ટ્રેશન નંબર પણ લીધો નથી અને લોકો પાસેથી નાણાં ઉઘરાવી લીધા હતાં. આ ગુના હેઠળ મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ કાયદામાં છે. આ કેસની આગામી સુનાવણી સાતમી માર્ચે રાખવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો