તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રોગચાળો ડામવાને બદલે મ્યુનિ. રોગચાળાના આંકડા છુપાવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોગચાળો ડામવાને બદલે મ્યુનિ. રોગચાળાના આંકડા છુપાવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશનના હેલ્થ ખાતાના અધિકારીઓ દ્વારા રોગચાળો ડામવાના નામે માત્ર રેલીઓ કાઢવામાં આવી રહી છે પણ બીજી તરફ પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ૧થી ૨૬ ફેબ્રુઆરીમાં ૪પ હજાર વાઇરલ ફીવરના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.એ વિવિધ વો‌ર્ડ‌માંથી તાવના લક્ષણોવાળા ૪પ હજાર લોકોના લોહીના સેમ્પલ લીધા છે. ગત જાન્યુઆરી મહિ‌નામાં મ્યુનિ.એ ૪૦ હજાર લોહીના નમૂના લઇને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આમ બે મહિ‌નામાં વાઇરલ ફીવરના ૮પ હજાર કેસો સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા રોગચાળો ડામવામાં આવતો નથી પણ મ્યુનિ.કમિશનરે હેલ્થ ખાતાના અધિકારીઓને રોગચાળાના આંકડા મીડિયાને ન આપવાની સૂચના આપી દીધી છે.

શહેરમાં ઉનાળો શરૂ થાય તે પહેલા પ્રદૂષિત પાણીને કારણે થતાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ શહેરને ૨૪ કલાક પાણી આપવાના સપનાં બતાવતા મ્યુનિ.ના સત્તાધીશો શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં ઊણા ઉતરી રહ્યાં છે જેના કારણે શહેરમાં પાણીજન્ય રોગો વધી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.ના સૂત્રો કહે છે કે, શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં એટલે કે, ૧થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ઝાડાઊલટીના ૮૦૦ જેટલા અને કમળાના કમળાના ૪પ૦ અને ટાઇફોઇડના ૧પપ કેસો સામે આવ્યા છે.

બોક્સ-૧

ગેરકાયદે જોડાણો અને મોટરિંગ પ્રદૂષિત પાણીનું મૂળ

શહેરમાં ગેરકાયદે પાણીના કનેકશનો જોડવામાં આવે છે જેના કારણે કાયદેસર પાણીના જોડાણો ધરાવતા શહેરીજનોને પણ પ્રદૂષિત પાણી પીવા મજબૂર બનવું પડે છે. બીજી તરફ મોટરથી પાણી ખેંચવાને કારણે પણ પાણીમાં પ્રદૂષણ આવે છે જેથી પણ પાણીજન્ય રોગચાળો વકરે છે. મ્યુનિ.પાણીજન્ય રોગચાળો ડામવા માટે ગેરકાયદે પાણીના જોડાણો અને મોટરિંગ ઉપર કડક કાર્યવાહી કરવાની જગ્યાએ મ્યુનિ.ના અધિકારીઓ ઉદાસી દાખવે છે જેથી પાણીજન્ય રોગો વધી રહ્યાં છે.બોક્સ-૨

૧થી ૨૬ ફેબ્રુઆરીમાં રોગચાળાની સ્થિતિ

રોગ દર્દીની સંખ્યા

ઝાડાઊલટી ૮૦૦

કમળો ૪પ૦

ટાઇફોઇડ ૧પપ

સાદા મેલેરિયા પ૦

ઝેરી મેલેરિયા ૧૦

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો