તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહત્તમ લઘુતમ ૃચ્ ’તાપમાન વધવા છતાં ૃચ્ ’ઠંડીનો અહેસાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્તમ-લઘુતમ ૃચ્/’તાપમાન વધવા છતાં ૃચ્/’ઠંડીનો અહેસાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

રાજ્યમાં એકતરફ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, તેમ છતાં સૌરાષ્ટ્રમાં સર્જા‍યેલું અપર એર સરકયુલેશન રાજસ્થાન તરફ આગળ વધતાં અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળો અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. તેમજ આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોને પગલે ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની તેમજ રાજ્યનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે અપર એર સાઈકલોનિક સરકયુલેશન સૌરાષ્ટ્રથી રાજસ્થાન તરફ આગળ વધ્યું છે, જેને પગલે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ચાલુ રહ્યા હતા, જેથી મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનમાં વધારો થતાં ગરમીમાં વધારો થવાને બદલે ઠંડીનો અહેસાસ થયો હતો.

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધીને ૧૮.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૬૪ ટકા અને સાંજે પ.૩૦ કલાકે ૪પ ટકાએ પહોંચ્યુ હતું. પરંતુ, અપર એર સરકયુલેશનની અસરોને પગલે આકાશમાં વાદળોનું પ્રમાણ વધ્યું હતું, તેમજ ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાન વધ્યું હોવા છતાં લોકોએ સામાન્ય ઠંડીનો અનુભવ કર્યો હતો. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે કેટલાક લોકોને માથાનાં દુખાવાની ફરિયાદ પણ જોવા મળી હતી. અમદાવાદમાં આગામી ચાર દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હોવાથી ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.

જ્યારે અમદાવાદ ઉપરાંત રાજ્યનાં મોટાભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન ૨૯થી ૩૪ ડિગ્રીની વચ્ચે પહોંચ્યુ હતું. જ્યારે લઘુતમ તાપમાન વધીને ૧૬થી ૨૧ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જેમાં રાજ્યમાં સૌથી વધુ ૩૪.૦ ડિગ્રી મહત્તમ તાપમાન તાપમાન અમરેલીમાં અને સૌથી ઓછું ૧૨.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. અપર એર સરકયુલેશનની અસરોને કારણે રાજ્યનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાંની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો