તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાન કા‌ર્ડ‌ માટે હથિયાર લાઈસન્સ માન્ય પુરાવો!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાન કા‌ર્ડ‌ માટે હથિયાર લાઈસન્સ માન્ય પુરાવો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((--------------)) અમદાવાદ

ઈન્કમટેકસ વિભાગે પાન કા‌ર્ડ‌ કઢાવવા માટે કયા કયા પુરાવાઓ માન્ય રહેશે તેના નિયમોમાં ફરી ફેરફારો કર્યા છે. જો કે આ વખતે જે ફેરફારો કર્યા છે તે હાસ્યાસ્પદ છે. સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ ડાયરેકટ ટેકસીસે કોઈ પરિપત્ર વગર પાન કા‌ર્ડ‌ માટેના નિયમોમાં સીધા જ ફેરફારો તાત્કાલિક અસરથી કરી દીધા છે. આ ફેરફાર મુજબ હવે હથિયારો ધરાવવાનું લાઈસન્સ પાન કા‌ર્ડ‌ મેળવવા ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે ! સીબીડીટીના આ હાસ્યાસ્પદ ગોટાળાના કારણે ઈન્કમટેકસ વિભાગમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત કેટલાક માન્ય પુરાવાઓ જેવા કે બેંક પાસબુક વગેરેને હવેથી ચલાવવામાં આવશે નહિ‌.

હથિયારો ચલાવવા માટે પોલીસમાંથી જે લાઈસન્સ મેળવવામાં આવે છે તેને કોઈ પણ જગ્યાએ પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતું નથી. પણ ઈન્કમટેકસ વિભાગને નવો કીમિયો સૂઝ્યો છે અને પુરાવાના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોમાં હથિયારો માટેનું લાઈસન્સ માન્ય ગણવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે હથિયારોનું લાઈસન્સ મેળવવા માટે વ્યક્તિએ પોતાના ત્રણ વર્ષના ઈન્કમટેકસના રિટર્ન પોલીસને આપવા ફરજિયાત છે. જે વ્યક્તિ ઈન્કમટેકસનું રિટર્ન ભરતો હોઈ તેની પાસે પાન કા‌ર્ડ‌ હોય જ તો પછી એ વ્યક્તિને પાન કા‌ર્ડ‌ લેવા જવાની જરૂર જ રહેતી નથી.

આ ઉપરાંત જન્મ તારીખના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિ‌ફિકેટ બધી જ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે તેને હવે માન્ય ગણવામાં આવશે નહિ‌. એ જ રીતે રહેઠાણના પુરાવા તરીકે બેંક પાસબુક માન્ય ગણવામાં આવતી હતી કેમ કે બેંકનો યોર કસ્ટમરના નિયમોને અનુસરીને જ ગ્રાહકને પાસબુક આપે છે. હવે પાન કા‌ર્ડ‌ કઢાવવા માટે આ પાસબુક રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહિ‌. પાન કા‌ર્ડ‌ કઢાવવા ઈચ્છતી વ્યક્તિ પાસે અન્ય કોઈ રહેઠાણનો પુરાવો ના હોઈ તો બેંક મેનેજર પાસે બેંકના લેટર હેડ પર લખાવીને લાવવાનું રહેશે. જો કે આધાર કા‌ર્ડ‌ ઓળખ અને રહેઠાણ બન્નેના પુરાવા તરીકે માન્ય રહેશે.

--------- હથિયારોનું લાઈસન્સ હાસ્યાસ્પદ

પાન કા‌ર્ડ‌ કઢાવવા માટે હથિયારોનું લાઈસન્સ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવું તે હાસ્યાસ્પદ છે કેમ કે જે વ્યક્તિ આઈટી રિટર્ન ફાઈલ કરતો હોઈ તેને જ આ લાઈસન્સ મળે છે. ઈન્કમટેકસ વિભાગે કોઈ પરિપત્ર વગર ચુપચાપ નિયમોમાં ફેરફાર કરી દીધો છે અને તેના તાત્કાલિક અમલની સૂચના આપી દીધી છે.’ પ્રમોદ પોપટ, ટેકસ કન્સલ્ટટઆજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો