તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પંચમહાલ અને દાહોદમાં બીજા દિવસે પણ માવઠું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ અને દાહોદમાં બીજા દિવસે પણ માવઠું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા,દાહોદ
છેલ્લા ત્રણ દિવસથી મોસમે પલટો લેતાં એક જ દિવસમાં ત્રણ ત્રણ મોસમનો અનુભવ થઇ રહ્યો છે. સોમવારની મોડી રાત્રિએ ગોધરા, હાલોલ, કાલોલ, સંતરામપુર, લુણાવાડા સહિ‌તના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ સાથે વરસાદી ઝાપટું પડતા માર્ગો ભીંજાઇ જતા ઠંડીનું જોર વધ્યું હતું.
મંગળવારે ભાવનગર, સાવરકુંડલા વરસાદના હળવા ઝાપટા પડયા હતા. લીમખેડા, ઝાલોદ અને સુખસર પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો.
આજે મંગળવારે પણ આકાર વાદળોથી ઘેરાયેલું હતું અને બપોરના અવાર નવાર વરસાદી છાંટાઓનો મારો ચાલુ રહયો હતો. હાલોલમાં વરસાદી છાંટાઓ સમયાંતરે ચાલુ રહ્યો હતો. આમ મંગળવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો