તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અસંમતિને બદલવા વાક્ચાતુર્ય જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસંમતિને બદલવા વાક્ચાતુર્ય જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્જ વોશિંગ્ટન એમરિકાના પ્રમુખ હતા ત્યારે તેઓ બધાની સાથે સહયોગ તથા સંમતિથી કામ કરતા હતા. એક દિવસ અમેરિકન સંસદમાં મહત્ત્વપૂર્ણ દરખાસ્ત પર ચર્ચા થવાની હતી. તેથી કોંગ્રેસના બધા સભ્યો ગૃહમાં હાજર રહ્યા. આ દરખાસ્તમાં દેશના લશ્કરની સંખ્યા ત્રણ હજાર સૈનિકો સુધી મર્યાદિત કરવાની માગ કરાઈ હતી. જોકે, મોટાભાગના સભ્યો તેની વિરુદ્ધ હતા, કારણ કે તેમની દૃષ્ટિમાં સલામતીની દૃષ્ટિએ તે અયોગ્ય હતું. આ દરખાસ્ત પાછળનો તર્ક એવો હતો કે તેનાથી સલામતી ખર્ચ વધી જાય છે, તેથી વિકાસકાર્યો માટે ભંડોળ ઓછું બચે છે. જવાબમાં વોશિંગ્ટને કહ્યું, હું આ દરખાસ્તનું સહર્ષ સ્વાગત કરું છું, પરંતુ શરત માત્ર એટલી કે કોઈ પણ શત્રુ દેશ બે હજારથી વધુ સૈનિક લઈને દેશ પર હુમલો ન કરે.’ આ તર્ક સાથે જ દરખાસ્ત રદ થઈ ગઈ. મહત્ત્વપૂર્ણ પદ પર બિરાજમાન વ્યક્તિએ બધાની સંમતિથી કામ કરવાનું હોય છે. તેથી અસંમતિને સંમતિમાં બદલવા માટે વાક્ચાતુર્ય અને નક્કર તર્કો જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો