તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રોકાણ કંપની સિકોયાની ઝુકરબર્ગે મજાક કરી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ કંપની સિકોયાની ઝુકરબર્ગે મજાક કરી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે તે એક સફળ સીઈઓ છે અને એક સારા માણસ છે, પરંતુ ૧૦ વર્ષ પહેલા ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગનું વ્યક્તિત્વ એટલું પરિપક્વ નહોતું. તેમણે વોટ્સએપને ખરીદવા માટે ૧૯ અબજ ડોલરની ડિલમાં સામેલ કંપનીની સૌથી મોટી વેન્ચર કેપિટલિસ્ટ કંપની સિકોયા કેપિટલને દૂર કરવા માટે ખરાબ મજાક કરી હતી, જેથી તેમની કંપનીમાં તે રોકાણ ન કરે. શરમાળ દેખાતા ઝુકરબર્ગને આજે તેનો અત્યંત પસ્તાવો છે. વાત ૨૦૦૪ની છે, તે સમયે તે વાયરહોગ, તેમના વધુ એક વિચારને સફળ બનાવવાનું વિચારી રહ્યા હતા. તે સમયે તેમણે રોકાણ માટે કોઈ વેન્ચર કેપિટલિસ્ટ સાથે વાત કરી હતી. સિકોયા કેપિટલની દરખાસ્ત તેમની પાસે પહોંચી હતી. ઝુકરબર્ગ આ કંપની સાથે જોડાવા માગતા નહોતા. કારણ કે ઝુકરબર્ગને નેપસ્ટરના સહ સંસ્થાપક સીએન પાર્કર સાથે મિત્રતા હતી અને તેમને હાયર પણ કર્યા હતા. સિકોયાએ પાર્કરની કંપની પ્લેક્સોમાં રોકાણ કર્યું હતું, જેનાથી તેમને નુકસાન થયું હતું.
તો ઝુકરબર્ગને ખબર હતી કે તેઓ સિકોયા સાથે સોદો નહીં કરે. ત્યારે તેમને એક મજાકનો વિચાર આવ્યો. સ્પષ્ટ ઈનકાર કરવાના બદલે તેમણે કંપનીની એક મીટિંગ નિ‌શ્ચિ‌ત કરી. પહેલા તો તે ઈરાદાપૂર્વક મીટિંગ માટે મોડા પહોંચ્યા. બીજું તેઓ આ મીટિંગમાં ફોર્મલ કપડાના બદલે પાયજામો પહેરીને પહોંચી ગયા. ત્યાર બાદ ઝુકરબર્ગે હોલમાં સામે ઊભા રહીને એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું. જેનું શર્ષિક હતું દસ કારણ, જેના કારણે તમારે ફેસબૂકમાં રોકાણ ન કરવું જોઈએ. સ્વાભાવિક છે કે આવું પ્રેઝન્ટેશન જોયા બાદ કોઈ પણ કંપની એવો સોદો નહીં કરે. તે સમયે સિકોયે પણ એવું જ કર્યું. તેણે ફેસબૂક અને વાયરહોગ બંનેમાંથી કોઈમાં રોકાણ કર્યું નહીં. વર્ષ ૨૦૧૦માં ઝુકરબર્ગે ધ ફેસબૂક ઈફેક્ટ’ના ઓથર ડેપિડ કર્કિપેટ્રિકને આ અંગે જણાવ્યુંહતું. તેમણે કહ્યું કે, તેને આ મજાક અંગે હંમેશા પસ્તાવો રહેશે. એક સમયે નકારવામાં આવેલી સિકોયા આજે ફેસબૂકની મુખ્ય રોકાણકાર કંપની છે. વોટ્સએપના સોદાથી આ કંપનીને ૨૧૭૮૦ કરોડનો ફાયદો થયો છે.ઇૃણ્જ્ૌખ્ર્‍જ્જ્ૌખ્જ્ૌૈર્‍ચ્.ેગ્ક્

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો