તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કંપનીઓ દ્વારા કડઠના નાણાના દુરુપયોગના મુદ્દે સેબી જાગી’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંપનીઓ દ્વારા કડઠના નાણાના દુરુપયોગના મુદ્દે સેબી જાગી’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
લેભાગુ કંપનીઓ દ્વારા આઇપીઓ મારફત એકત્ર કરવામાં આવતાં ભંડોળના દુરુપયોગને અટકાવવા અને રોકાણકારોના રક્ષણ કાજે સેબી જાગી છે. ભંડોળના વપરાશના મુદ્દે મોનિટરીંગ એજન્સી નિમવા દ્વારા તાળું મારવાનો પ્રયાસ કરવા જઇ રહી છે.
નવા ફ્રેમવર્ક મુજબ આઇપીઓ મારફત એકત્ર કરાયેલ નાણાનો ક્યાં ક્યાં ઉપયોગ કરાયો તે અંગેનો મોનિટરીંગ એજન્સી રિપો‌ર્ટ દર ત્રણ મહિ‌ને રજૂ કરવાનો રહેશે. એટલુંજ નહિ‌ શેરબજારો મારફત જાહેર પણ કરવાનો રહેશે. આ મુદ્દે તા. ૨પમી માર્ચ સુધીમાં જાહેર કોમેન્ટ્સ મગાવીને સેબી હાલની માર્ગરેખાઓમાં ફેરફારો પણ કરવા જઇ રહી છે. હાલમાં રૂ. પ૦૦ કરોડથી વધુ રકમનો આઇપીઓ યોજનારી કંપનીઓએ જ આવી મોનિટરીંગ એજન્સીની નિમણૂંક કરવાની હોય છે. આ એજન્સી દર છ મહિ‌ને રિપો‌ર્ટ્સ રજૂ કરે છે. પરંતુ જાહેર કરતી નથી. નવા નોમ્‌ર્સની દરખાસ્ત સાથે સેબી આ નિયમ હવે તમામ કંપનીઓ માટે લાગુ કરવા માગે છે. સેબીએ જણાવ્યા અનુસાર ઓફર ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા અનુસાર જ કંપની એકત્રિત ભંડોળનો ઉપયોગ કરે અને દુરુપયોગ અટકે તે માટે આમ કરવાની જરૂર પડી છે. સેબી સમક્ષ કેટલાંક એવાં કેસો આવ્યા છે કે, જેમાં કંપનીઓએ દર્શાવેલા આશય સિવાય અન્યત્ર ભંડોળ વાપરી નાંખ્યું હોય.
ઘણાં કિસ્સાઓમાં પ્રમોટ‌ર્સે પ‌ર્સનલ જરૂર માટે વાપર્યા હોવાની ચોંકાવનારી
વિગતો પણ બહાર આવી છે. જોકે મોટાભાગના નિષ્ણાતો એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો