તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઝાંખરડા ગૃપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૨.૮૭ ટકા મતદાન

ઝાંખરડા ગૃપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૨.૮૭ ટકા મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાની ઝાંખરડા ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી શાંતપિૂર્ણ માહોલમાં યોજાતા મતદારોએ ઉત્સાહપૂર્વક ૮૨.૮૭ ટકા મતદાન કયું હતું. ઝાંખરડા ગામના સરપંચનું આકિસ્મક અવસાન થતાં સરપંચ પદની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ગૃપ ગ્રામ પંચાયતમાં આવતા ઝાંખરડા ગામના બે ઉમેદવાર અને વસ્તાન ગામના ત્રણ મળી કુલ પાંચ ઉમેદવાર વચ્ચે સરપંચ પદની રસાકસીભરી ચૂંટણી યોજાઈ હતી. ઝાંખરડા ગામના બંને ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામી હતી. ઉમેદવારોએ મતદારોને પોતાની તરફેણમાં કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. સવારે ૮થી સાંજ ૫ સુધીમાં કુલ ૭૫૯ મતદારોમાંથી ૬૨૯ મતદારોએ મતદાન કયું હતું. હાલ પાંચ ઉમદેવારોના ભાવિ મતપેટીમાં પેક થયા છે. મત ગણતરી તા. ૯મીના રોજ મામલતદાર કચેરી, માંગરોળ ખાતે યોજાશે.