તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાસ પાસેથી પશુ ભરેલ ટેમ્પો ઝડપાયો

રાસ પાસેથી પશુ ભરેલ ટેમ્પો ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ.બોરસદ તાલુકાના રાસ પાસેથી પશુ ભરેલ ટેમ્પો ઝડપાયો હતો અને એક શખસની અટકાય કરી હતી.
પોલીસના જણાવ્યાં મુજબ રાસ બસ સ્ટેન્ડ પાસેથી રવિવારે બપોરે એક પશુ ભરેલ ટેમ્પો પસાર થતો હોઇ રાસના કરશનભાઇ પ્રભાતભાઇએ તેને અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતાં ઘાસચારા અને પાણીની સુવિધા વગર જ પાંચ ભેંસોને ક્રૂરતાપૂર્વક બાંધેલા જોવા મળતાં કશરનભાઇએ વિરસદ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી ટેમ્પાના ચાલક પાદરા તાલુકાના ભોજ ગામના ઇશ્ર્વરભાઇ મગનભાઇ ચુનારાની અટકાયત કરી પશુનો કબજો લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.