તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉતરાયણની રાત્રિએ બાલાસિનોરમાં દુકાનોના શટર તોડનાર ઈસમ ઝબ્બે

ઉતરાયણની રાત્રિએ બાલાસિનોરમાં દુકાનોના શટર તોડનાર ઈસમ ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
બાલાસિનોર તાલુકાના દેવચોકડી પાસેથી જિલ્લા એલ.સી.બી પોલીસે બાલાસિનોરમાં સાત દુકાનોના શટર તોડવાના ગુનામાં સંડોવાયેલ પાંડવાના ઈસમને ઝડપી પાડÛો હતો.
ખેડા સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને બાતમી મળી હતી કે, દેવચોકડી પાસે એક ઈસમ શકમંદ હાલતમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ બાતમીવાળા ઈસમને પકડી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રવિન્દ્ર ઉફેઁ મુન્ના પ્રભાતસિંહ ચૌહાણ (રહે.પાટડિયા, તાબે પાંડવા) હોવાનું જણાવ્યુ હતું. પોલીસ તપાસમાં તેણે તથા તેના સાગરિતોએ મળીને ઉતરાયણની વહેલી રાત્રિના બાલાસિનોર ખાતે પાંચ-સાત દુકાનોના શટર તોડીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જે સંદર્ભે એલ.સી.બી પોલીસે રવિન્દ્ર ઉફેઁ મુન્ના પ્રભાતસિંહ ચૌહાણની ઉપરોકત ગુનાના કામે અટકાયત કરી બાલાસિનોર પોલીસને સોંપી હતી.