તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુનિ. પરીક્ષાના ફોર્મની અંતિમ તિથી ૧૮ જુલાઇ

યુનિ. પરીક્ષાના ફોર્મની અંતિમ તિથી ૧૮ જુલાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
સરદાર પટેલ યુનિવર્સિટી છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાના ફોર્મ ૧૮ જુલાઈ પહેલા ફરી દેવા તાકીદ કરાઈ છે.
આણંદમાં આવેલ સી.પી.પટેલ એન્ડ એફ.એચ.શાહ કોમર્સ કોલેજના આચાર્ય ડો. આર.ડી.મોદીના જણાવ્યું હતું કે ‘જૂન ૨૦૧૦ની બેચમાં બી.કોમ, બીબીએ, બીસીએ, બીબીએ (આઇ.ટી.એમ)માં પ્રવેશ મેળવીને પ્રથમ, તૃતીય અને પાંચમા સેમેસ્ટરમાં નોટ કલીયર હોય અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપી હોય તેઓની પરીક્ષા સપ્ટેમ્બર ૨૦૧૩માં લેવાનાર છે. આ ઉપરાંત વાર્ષિક પરીક્ષા પદ્ધતિ પ્રમાણે બી.કોમ, બીબીએ, બીસીએ, અને બીબીએ (આઇટીએમ) માટે યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર ’૧૩માં પરીક્ષા લેવાશે જેના ફોર્મ ૧૮મી જુલાઇ સુધીમાં કોલેજના કાયૉલય ખાતે સવારના ૯થી ૧૨ કલાક દરમિયાન ભરવાના રહેશે.