• Gujarati News
  • પેટલાદમાં રથયાત્રા પૂર્વે કોમી એકતાનો સંદેશ વહેતો થયો

પેટલાદમાં રથયાત્રા પૂર્વે કોમી એકતાનો સંદેશ વહેતો થયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પેટલાદ
આણંદ જિલ્લો સંવેદનશીલ ગણાતો હોઇ જિલ્લામાં કોમી એખલાસ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી ૧૦મી જુલાઇના રોજ રથયાત્રાનો તહેવાર આવતો હોઇ સંવેદનશીલ ગણાતાં પેટલાદ શહેરમાં કોમી એકતા જળવાઇ રહે અને રથયાત્રા શાંતપિૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુંથી જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીની સીધા માર્ગદર્શન હેઠળ પેટલાદના હિન્દુ અને મુસ્લિમ કોમના સિનિયર સિટીઝનોનો રવિવારે પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્Ûો હતો.
આણંદ જિલ્લામાં સુરક્ષા સેતુ યોજના અન્વયે પોલીસ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. રથયાત્રાના તહેવાર પર કોમીએખલાસ જળવાઇ રહે અને શાંતપિૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે આણંદ એસપી દ્વારા બંને કોમના આગેવાનોનો પ્રવાસ યોજવાનો નવતર અભિગમ અખત્યાર કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે પેટલાદ નગરના હિન્દુ અને મુસ્લિમ કોમના સિનિયર સિટીઝનો ઉપરાંત દંતાલીના ભિકત નિકેતન આશ્રમ, વૃધ્ધાશ્રમ લક્કડપુરાના સિનિયર સિટીઝનોને પ્રવાસમાં લઇ જવામાં આવ્યાં હતાં. નર્મદા ડેમ, ગુરૂડેશ્ર્વર મહાદેવ, ડભોઇ કિલ્લો વગેરે સ્થળોએ બંને કોમના સિનિયર સિટીઝનોએ એકબીજા સાથે મળી એકતાની ભાવનાથી પ્રવાસનો આનંદ ઉઠાવ્યો હતો.