તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડાકોર પાસે ટેમ્પામાંથી ~ ૫.૫૦ લાખના સગિારેટ કાટુgનની ચોરી

ડાકોર પાસે ટેમ્પામાંથી ~ ૫.૫૦ લાખના સગિારેટ કાટુgનની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
ગોધરાથી સગિારેટના કાટુgન ભરી અસલાલી ડિલીવરી કરવા જતાં એક આયશર ટેમ્પાની તાડપત્રી કાપી અજાણ્યા ઈસમો ૨૨ કાટુgન સગિારેટ કિંમત રૂ. ૫.૫૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ટેમ્પાના ચાલકે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોધરાના ધોળી ગામના પ્રવિણભાઈ મનહરભાઈ બારૈયા પોતાની આયશર ટેમ્પા નં. જી.જે.૨૦.યુ-૪૨૩૯માં સગિારેટના કાટુgન ભરી અમદાવાદ ખાતે આવેલ અસલાલી ડિલીવરી માટે જવા નીકળ્યા હતા. તેઓ તા.૪થી જુલાઈના રોજ રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે ડાકોરના મહુધા ટી પોઈન્ટ પાસે ચ્હા-નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. હોટલમાં ચ્હા-નાસ્તો કર્યા બાદ તેઓએ પોતાના આયશરની તપાસ કરી પોતાનો માલ-સામાન સહી સલામત હોવાનું જણાતાં તેઓએ અસલાલી તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં તસ્કરોએ ચાલુ આયશરે તાડપત્રી કાપીને સગિારેટના કાટુgન નંગ-૨૨ કિંમત રૂ. ૫.૫૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે અસલાલી પહોંચેલા પ્રવિણભાઈએ પોતાના આયશરની તાડપત્રી કપાયેલ હોવાનું જણાવતાં તેઓએ સગિારેટની ડિલીવરી લેનાર વેપારીને જાણ
કરી હતી.
આ બનાવ સંદર્ભે પ્રવિણભાઈ બારૈયાએ ડાકોર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.