તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આંબાવાડી ગામે ૭ ગાય અને વાછરડા સાથે પિકઅપ ઝડપાઈ

આંબાવાડી ગામે ૭ ગાય અને વાછરડા સાથે પિકઅપ ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર આંબાવાડી ગામે ગતરોજ શુક્રવારની રાત્રીએ માંગરોળ પોલીસે બાતમીને આધારે આંબાપારડી માર્ગ પર ગૌવંશ ભરેલી એક પિકઅપ વાન ઝડપી પાડી હતી. જ્યારે વાહન ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છુટÛો હતો.
માંગરોળના પોસઈ ભ્રહ્નભટ્ટને બાતમી મળી હતી કે ઝંખવાવ તરફથી એક પિકઅપ વાનમાં ગાયો કતલખાને લઈ જવાય રહી હતી. જેથી તેમણે પોલીસ કર્મચારી જિતેન્દ્ર ગઢવી, ઝવેર રાવલ સહિત અન્ય કર્મચારી સ્ટાફ સાથે શુક્રવારે ૯.૪૫ કલાકે આંબાવાડી મુખ્ય માર્ગ ઉપર નાકા બંધી કરી હતી.
બાતમી મુજબ ઝંખવાવ તરફથી (જી. જે. ૧૬ એકસ ૨૨૬૮) નંબરની પિકઅપવાન આવી હતી. ત્યારે ચાલકે પોલીસને રસ્તા ઉપર જોતા જ તે પચાસ ફૂટના અંતર વાહન ઊભુ કરી દઈ અંધારામાં ભાગી છુટÛો હતો. પોલીસે વાહનમાં ચકાસણી કરતાં સાત ગાય તેમણે એક વાછરડુ મળી કુલે આઠ ગૌવંશ મળી આવ્યા હતાં. તેની અંદાજિત કિંમત ૩૮ હજાર તેમજ રૂપિયે બે લાખની પિકઅપ વાન સાથે કુલ ૨,૮૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના અનુમાન મુજબ આ ગાય કતલ ખાને લઈ જવામાં આવી હતી. ગાયો કતલખાને લઈ જવાનો ધંધો દિન પ્રતિનિધિ વધી રહ્યો છે. વધુ તપાસ પોસઈ એન. એચ. બ્રહ્નભટ્ટ ચલાવી રહ્યો છે.