તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્યાદલા દૂધ મંડળીએ ૫.૨૫ રૂપિયા ભાવફેર આપતાં આનંદ

સ્યાદલા દૂધ મંડળીએ ૫.૨૫ રૂપિયા ભાવફેર આપતાં આનંદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના છેવાડે આવેલા સ્યાદલા દૂધ ઉત્પાદન સહકારી મંડળીની જનરલ સભા બાદ બોર્ડની મિટિંગ મળી હતી, જેમાં અને ૨૦૧૨-૧૩ના વર્ષના નફામાંથી દૂધ ભરતા સભાસદોને ૧ લિટરે ૫.૨૫ રૂપિયા ભાવફેર આપવાની જાહેરાત કરાતા સભાસદોમાં આનંદ વ્યાપી ગયો હતો.
આ અંગે વાલોડ તાલુકાના સ્યાદલા ગામે સ્યાદલા ડેરીનો વહીવટકર્તા પ્રમુખ બુદ્ધદેવ ભકત તથા મંત્રી વિôલભાઈ નાગરિક તથા સહમંત્રી મનીષભાઈ ભકત દ્વારા ગત થોડા દિવસ અગાઉ જનરલ સભા બાદ બોર્ડ ઓફ ડિરેકટરો સાથે મિટિંગ યોજી હતી. ગત તારીખ ૨૦૧૨-૧૩ વર્ષમાં નફામાં ગયું હતું. ભેંસનું દૂધ ભરનાર તમામ સભાસદને ૧ લિટરે ૫.૨૫ નો ભાવફેર આપવાનું નક્કી કરાયું છે. આ સાથે સંસ્થાના સભાસદોને તેમના શેર પર ૧૫ ટકા ડિવિડન્ડ તથા ૫૫૦ની બોનસ ભેટ આપવાનું નક્કી કયું છે.
આ સાથે ભવિષ્યમાં દરેક સભાસદોનો અકસ્માત વીમા પોલીસી આયોજન હાથ ધયું છે. સ્યાદલા દૂધ મંડળી દ્વારા લિટરે ૫.૨૫ના ભાવફેરના પગલે સભાસદોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.