તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉંમરપાડા માંગરોળમાં તોફાન સાથે વરસાદ

ઉંમરપાડા-માંગરોળમાં તોફાન સાથે વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં બુધવારની રાત્રિથી મેઘરાજની ફરી એકવાર પવનના સૂસવાટા સાથે આગમન કયું હતું. ઉંમરપાડા તાલુકામાં મધ્યરાત્રિથી સવાર સુધીના છ કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પવનના તોફાન સાથે મેઘરાજાએ ઉંમરપાડા રેફરલ હોસ્પિટલની દીવાલ અને બસ સ્ટેન્ડની દીવાલને ધરાશાયી કરી હતી. જ્યારે માંગરોળ તાલુકામાં પવન ફૂકાતા રાત્રે ૨૦ ગામોમાં વીજળી ડૂલ થઈ જતાં ગામડાઓ અંધારપટમાં છવાઈ ગયા હતાં.
થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા બુધવારની રાત્રે તોફાન સાથે સુરત જિલ્લામાં આગમન કયું હતું. જેમાં માંગરોળ અને ઉંમરપાડા તાલુકામાં મેઘરાજાનું તોફાન પવનના ભારે દબાણ સાથે રાત્રે શરૂ થયો હતો. ઉંમરપાડા તાલુકાના રાત્રિના ૧૨.૦૦ વાગ્યાથી સવારે ૬.૦૦ વાગ્યા સુધીના છ કલાકમાં જ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. પવન ફૂંકાતા ઉંમરપાડા રેફરલ હોસ્પિટલની તકલાદી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. હજુ હોસ્પિટલ શરૂ થઈ નથી. ત્યાં દીવાલ પડી ગઈ હતી, જ્યારે બસ સ્ટેન્ડની દીવાલ પણ તૂટી પડતાં નુકસાન થયું હતું. નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતાં.
બીજી તરફ બાજુના માંગરોળ તાલુકામાં પણ મેઘરાજાનું તોફાનનો ભોગ ૨૦ ગામડાઓમાં અંધારપટ સહન કયું હતું. પવનના કારણે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ હતી બુધવારે સવારથી બપોર સુધીમાં પણ ઉંમરપાડા તાલુકામાં વધુ બે ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના અન્ય તાલુકામાં પણ રાત્રે મેઘરાજાની મહેર રહી હતી અને બુધવારે સવારથી જ વરસાદી વાતાવરણનો માહોલ જામેલો રહ્યો હતો. બીજી તરફ સોનગઢ પંથકમાં ગુરુવારે સવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં ૮૪ મિમી એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ઉમરપાડાનું તળાવ છલકાયું
ઉંમરપાડાના મિસ્જદ ફિળયામાં નજીક આવેલ તળાવમાં રાત્રે ભારે વરસાદના કારણે પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. જેના કારણે પાણીના દબાણના કારણે તળાવ તૂટતા જ પાણી નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જનજીવનને સીધી અસર થઈ હતી. જ્યારે સરવણ ફોકડી ગામે કાળીદાસ વસાવાના ઘરનું છાપરુ પણ ઉડી ગયું હતું. ગળકાછ ગામે વીજપોલ તૂટી પડ્યા હતાં.

ઉકાઈમાં ૮૭૯૧૨ કયુસેક ઈનફ્લો
ઉકાઈ ડેમના ઉપવાસમાં પડેલ સારા વરસાદને પગલે ડેમના ઈનફ્લોમાં ગુરુવારે વધારો જોવા મળ્યોહ તો. ગુરુવારે સવારે ડેમની સપાટી ૩૧૬.૨૦ ફૂટ તથા ડેમમાં પાણીનો ઈનફ્લો ૮૭૯૧૨ કયુસેક નોંધાયો હતો. ડેમ વિસ્તારમાં પણ બુધવારે રાત્રિના સમયે જોરદાર વરસાદ નોંધાયો હતો. ગુરુવારે સવાર સુધીમાં ઉકાઈમાં ૭૩ મિમી વરસાદ નોંધાયો હતો. સી.ડબ્લ્યુ, સીના ફોરકાસ્ટ મુજબ આવતાં ચોવીસ કલાકમાં ડેમમાં અંદાજિત ૪૦,૦૦૦ કયુસેક પાણી આવવાની સંભાવના છે. ડેમ નું ૧/૮/૧૩નું રૂલ લેવલ ૩૩૩ ફૂટ નક્કી કરાયું છે. ઉપરવાસના વરસાદ અને કેચમેન્ટ એરિયામાં સારા વરસાદને કારણે આ વખતે ઉકાઈ ડેમ ભરાવાની સંભાવનાથી ખેડૂતો ખુશ થયાં છે.
સુરત જિલ્લામાં
નોંધાયેલ વરસાદ
તાલુકા રાત્રે સવારે
બારડોલી ૦૮ મિમી ૦૪ મિમી
ચોર્યાસી ૦૮ મિમી ૦૩ મિમી
કામરેજ ૨૮ મિમી ૧૧ મિમી
મહુવા ૧૩ મિમી ૦૮ મિમી
માંડવી ૩૨ મિમી ૧૦ મિમી
માંગરોળ ૩૦ મિમી ૦૬ મિમી
ઓલપાડ ૧૨ મિમી ૦૬ મિમી
પલસાણા ૧૩ મિમી ૦૨ મિમી
ઉંમરપાડા ૯૫ મિમી ૪૬ મિમી