તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંગરોળ ઉંમરપાડા તાલુકામાં કૃષિ પાકોનું વાવણી કાર્ય પૂરજોશમાં

માંગરોળ- ઉંમરપાડા તાલુકામાં કૃષિ પાકોનું વાવણી કાર્ય પૂરજોશમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ અને ઉંમરપાડા તાલુકામાં વરસાદ વિરામ લેતા બંને તાલુકાના સમગ્ર વિસ્તારમાં ધરતીપુત્રોએ કૃષિ પાકોનું વાવણી કાર્ય પૂૂરજોશમાં શરૂ કરી દીધું છે. માંગરોળના પૂર્વ પટ્ટી વિસ્તાર અને સમગ્ર ઉંમરપાડા તાલુકો બિન પિયત વિસ્તાર છે. ઉપરોકત વિસ્તારમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધા ન હોવાથી વિસ્તારમાં વરસેલા મહત્તમ આદિવાસી ખેડૂતો આકાશી ખેતી ઉપર નભે છે. ચોમાસું સારુ હોય ત્યારે જ કૃષપિાકોનું સારુ ઉત્પાદન મળે છે. અને જ્યારે નબળું ચોમાસું હોય ત્યારે આ વિસ્તારનાં ખેડૂત પરિવારોને શહેર તરફ રોજી રોટીની તલાશમાં ભટકવું પડે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેવાના સંકેતો મળી રહ્યાં છે. જેમાં દસથી બાર દિવસ વહેલું વરસાદનું આગમન થયું છે. ત્યારબાદ વરસાદે વિરામ લેતા છેલ્લા પાંચ સાત દિવસથી ખેડૂતો પોતાના ખેતરોમાં સાફ સફાઈ કરી ખેતરો ખેડી કૃષિ પાકો તુવર, જુવાર, સોયાબીન સહિતના બિયારણોની વાવણી પૂરજોશમાં કરતાં નજરે પડી રહ્યાં છે.