તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉનાઈમાં રખડતાં ઢોરોથી લોકો ત્રાહિમામ

ઉનાઈમાં રખડતાં ઢોરોથી લોકો ત્રાહિમામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ પંથકમાં રખડતા ઢોરોથી સ્થાનિક સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા ઉપર ઢોર આવી જતા અકસ્માત થવાની સંભાવના વધે છે ત્યારે તંત્ર દ્વારા આવા ઢોરને પાંજરાપોળમાં છોડવાની માગ ઉઠી રહી છે.
યાત્રાધામ ઉનાઈ ખાતેથી પસાર થતા વાપી-શામળાજી ધોરીમાર્ગ ઉપર તેમજ ગામમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આવા ઢોરો ગમે ત્યારે રસ્તા ઉપર આવી ચઢતા વાહનચાલકોને મુશ્કેલીઓ પડે છે. કેટલીક વખત નાના અકસ્માતની ઘટના પણ બનવા પામે છે. તદ્ઉપરાંત રખડતા ઢોરોથી સ્થાનિકો પણ ત્રાસી ગયા છે. ગમે ત્યારે આવા ઢોરો ઘરના આંગણામાં ગંદવાડ કે બીજી મુશ્કેલીઓ ઉભી કરતા હોય છે.