તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાટિયેલમાં જમીનના ભાગ બાબતે ખેતરમાં તોડફોડ કરી

ભાટિયેલમાં જમીનના ભાગ બાબતે ખેતરમાં તોડફોડ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . પેટલાદ
પેટલાદના ભાટિયેલ ગામમાં પિતરાઇ ભાઇની પત્નીએ જમીનમાં હક્ક મેળવવા માટે માણસો બોલાવી નૂકશાન કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.
ભાટિયેલમાં રહેતા રાજેશભાઇ રાવજીભાઇ બારોટના કાકાના દીકરાની પત્ની પારૂલબેન નયનભાઇ બારોટે જમીનમાં હક્કની રાજેશભાઇ પાસે માંગણી કરી હતી. જોકે, આ જમીનનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે.દરમિયાન રવિવારે સાંજના સમયે આશી ગામના મહેશભાઇ ડાભી અને તેમના મળતિયાઓએ ખેતરમાં આવી રાજેશભાઇને પારૂલબેનને જમીનમાં ભાગ કેમ આપતાં નથી.’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રાત્રીના સમયે આ ઇસમોએ ખેતરમાં કેળના છોડ ભાગી નાખી તેમજ કૂવાની ઓરડીમાં નૂકશાન પહોંચાડયું હતું. આ અંગે રાજેશની ફરિયાદ આધારે પોલીસે ચાર ઇસમ સામે ગુનો નોંધ્યો હતો.