તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉંમરપાડામાં આંગણવાડી વર્કર ભરતી પ્રક્રિયામાં ગોબાચારીની ફરિયાદ ઉઠી

ઉંમરપાડામાં આંગણવાડી વર્કર ભરતી પ્રક્રિયામાં ગોબાચારીની ફરિયાદ ઉઠી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકાના રૂઢીગવાણ સહિત કેટલાક ગામોમાં આંગણાવડી વર્કરોની ભરતી પ્રક્રીયામાં વ્યાપક ગોબાચારી થઈ હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતે રૂઢીગવાણ ગામના ભાનુબેહન સંજયભાઈ વસાવાએ સુરત જિલ્લા વિકાસ અધિકારી અને આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસને લેખિત ફરિયાદ કરી જણાવ્યું કે તાલુકાના રૂઢીગવાણ ગામે આંગણવાડી વર્કરની ભરતી કરવા માટે ૧૦/૫/૨૦૧૩ના રોજ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં.
જેમાં સરકારના નીતિ નિયમોનો ભંગ કરી ભરતી પ્રક્રિયામાં કરવામાં આવી છે. આંગણવાડી વર્કર હાલ નવા નિયમ મુજબ જે તે ગામની હોવી જોઈએ અને જે ફિળયામાં આંગણવાડી હોય તે જ ફિળયાની હોવી જોઈએ તેમજ પરણીત હોવી જોઈએ. હાલ રૂઢીગવાણ ગામમાં જેમની બિન અધિકૃત ભરતી કરવામાં આવી છે. અપરણીત અને બહાર ગામના છે એ લગ્ન થયાના ખોટા પુરાવાઓ રજુ કર્યા છે. હકીકતમાં ગામના લોકોને લગ્ન થાય તેની જાણ નથી. ઉપરાંત અન્ય ઉમેદવારો કરતાં અભ્યાસ પણ ઓછો છે . આ ભરતી પ્રક્રિયા રદ્દ કરવામાં આવે અને સત્યની રાહે સરકારના નીતિ નિયમો અનુસાર ભરતી કરવામાં આવે એ જરૂરી છે. હાલમાં ઉંમરપાડા તાલુકાના કેટલાક ગામોમાં આંગણવાડી વર્કરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં કેટલાકને અન્યાય થતા ઉંમરપાડા તાલુકા મથક ખાતેના જવાબદાર બાળ વિકાસ યોજના અધિકારી પાસે સરકારની માહિતી અધિનિયમ ૨૦૦૫ (રાઈટ ટુ ઈન્ફોમેશન) હેઠળ માહિતી માંગી રહ્યાં છે.