• Gujarati News
  • અંજાર ભચાઉમાં ૬૪પ બોરી કોલસો પકડાયો

અંજાર-ભચાઉમાં ૬૪પ બોરી કોલસો પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અંજાર, ભુજ
અંજાર અને ભચાઉમાં પૂર્વ કચ્છ વનવિભાગ દ્વારા કચ્છથી બહાર ગેરકાયદે રીતે લઈ જવાતો ૬૪પ બોરી કોલસો ઝડપી પડાયો હતો. વનવિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અંજારના ખેડોઈ ગામથી પીછો કરતાં છેક યોગેશ્વર ચોકડી પાસે બે ટ્રકને પકડવામાં આવી હતી. છેક લખપતથી કોલસો ભરાઈને મોરબી લઈ જવાતો હતો. રૂા.૧.૨૦ લાખની ૪૦૦ બોરી કોલસો કબજે કરાયો. આરોપી સલીમ જુમા જત, આમદ હાજી હુસેન મેમણ, હસણ હાજી જત અને મલુક આરબ જતની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ભચાઉમાં ટ્રક અને ટ્રેઇલરમાંથી કુલ ૨૪પ બોરી કોલસો પકડવામાં
આવ્યો હતો. આરોપી રામલાલ પીરાલાલ ગુર્જર અને ફકીરમામદ સિદ્ીક જસિયા પકડાયા હતાં.