• Gujarati News
  • ભુજથી મુંબઈ જતાં વિમાનમાં બોમ્બની અફવા

ભુજથી મુંબઈ જતાં વિમાનમાં બોમ્બની અફવા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ એરપો‌ર્ટ ખાતે તપાસ દરમિયાન કંઈ જ ન મળ્યું
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ, ભુજ
ભુજ એરપો‌ર્ટથી શુક્રવારે સવારે ઉપડી મુંબઈ એરપો‌ર્ટ ખાતે જઈ રહેલા જેટ એરવેઝના વિમાનમાં બોમ્બ મુકાયો હોવાનો ફોન ભુજ એરપો‌ર્ટના ડાયરેક્ટરને મળતા તેમણે તત્કાલ આ અંગેની સૂચના મુંબઈ એરપો‌ર્ટના અધિકારીઓને આપી હતી. જોકે, મુંબઈ ખાતે તપાસ દરમિયાન કંઈ જ ન મળતા અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
આ અંગે એરપો‌ર્ટ સૂત્રોએ વધુ માહિ‌તી આપતા જણાવ્યું હતું કે, ભુજથી ૧૪મીએ શુક્રવારે સવારે લગભગ ૮ કલાકે ૬૦ જેટલા પ્રવાસીઓ સાથે જેટ એરવેઝની ફ્લાઈટ ૯ડબ્લ્યુ ૨પ૩૬ મુંબઈ ...અનુસંધાન પાનાનં.૬

જવા રવાના થઈ હતી.
ફ્લાઈટ ભુજથી ઉપડી એ અરસામાં જ કોઈ અજાણ્યા શખ્સે ભુજ એરપો‌ર્ટના ડાયરેક્ટરને જાણ કરી જણાવ્યું હતું કે, મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જેના પગલે એરપો‌ર્ટ ડાયરેક્ટરે તત્કાલ આ વિશેની સૂચના મુંબઈ એરપો‌ર્ટના અધિકારીઓને આપી હતી. આ માહિ‌તી મળતા જ અધિકારીઓએ મુંબઈ ખાતે વિમાનની તપાસ માટે કવાયત હાથ ધરી હતી. વિમાન મુંબઈ ઉતરતા જ એરપો‌ર્ટના અધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓએ વિમાનને ઘેરી લીધું હતું અને તમામ પ્રવાસીઓને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન વિમાનમાં કંઈ જ વાંધાજનક ન મળતા અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. તાજેતરમાં જ મલેશિયાનું વિમાન ૨૩૯ પ્રવાસી સાથે ગુમ થયા બાદથી ભારત સહિ‌ત વિશ્વભરમાં તમામ એરપો‌ર્ટ ખાતે પ્રવાસીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
મુંબઈ પહોંચેલા ભુજના પ્રવાસીઓને જ્યારે અરેપો‌ર્ટ પર બોમ્બની અફવાની જાણ થઈ ત્યારે તેઓ નીચે ઉતરી ગયા હોવા છતાં ઉચાટમાં મુકાયા હતા. આ મુદ્દો સરહદી કચ્છ જિલ્લામાંય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
હે. મુંબઈથી ફોન આવ્યો હતો
ભુજ પોલીસ એ ડિવિઝનના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ બાબતે જેટ એરવેઝના મેનેજર ધીરજ ભોસલેએ ટેલિફોનથી સ્થાનિક પોલીસને જાણ કરી કે, સવારે સાડા નવ વાગ્યા દરમિયાન મુંબઈના કોડ ધરાવતા નંબર પરથી કોઇ અજાણ્યા શખ્સે ફ્લાઇટમાં બોમ્બ હોવાનો કોલ કર્યો હતો.
હે. ભુજ પોલીસ એરપો‌ર્ટ પર દોડી ગઈ
ભુજ એરપો‌ર્ટના સત્તાવાળાઓને બોમ્બ અફવાનો કોલ આવતાં જ તાત્કાલિક સ્ટાડ‌ર્ડ‌ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કાર્યવાહી કરવા માટે પોલીસને માહિ‌તગાર કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં ભુજથી પોલીસ કાફલો એરપો‌ર્ટ પર દોડી ગયો હતો.