• Gujarati News
  • સામખિયાળી પાસે ટ્રક પલટતાં ૃચ્ ’સાંતલપુરના ડ્રાઇવરનું મોત

સામખિયાળી પાસે ટ્રક પલટતાં ૃચ્/’સાંતલપુરના ડ્રાઇવરનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક દસેક કિલોમીટરના અંતરે અકસ્માતે ટ્રક પલટી ખાઈ જતાં એનો ચાલક દબાઈ ગયો હતો. હતભાગી યુવાન મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનો વતની હતો. તે ટ્રક હંકારીને કચ્છ આવતો હતો, ત્યારે શુક્રવારે વહેલી સવારે આ અકસ્માત
સર્જા‍યો હતો.
આ બનાવમાં વિજયભાઈ ધૂળાભાઈ બજાણિયાનું મોત થયું હતું. સાંતલપુરના કોલીવાડ ગામનો વતની આ યુવાન ટ્રક હંકારીને કચ્છમાં આવતો હતો, ત્યારે સામખિયાળીથી સૂરજબારી વચ્ચે આવેલી સુપર હોટલ નજીક અચાનક તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પલટી ખાવાની સાથે જ તે ટ્રક નીચે દબાઈ ગયો હતો. શુક્રવારે સવારે પાંચ વાગ્યે બનેલી આ ઘટના વિશે સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી હતી.