• Gujarati News
  • રિઝર્વેશન ખૂલતાં વેંત ૃચ્ ’કચ્છની તમામ ટ્રેનો પેક

રિઝર્વેશન ખૂલતાં વેંત ૃચ્/’કચ્છની તમામ ટ્રેનો પેક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલી મેથી ૧૪મી સુધી બધું ફુલ
રિઝર્વેશન ખૂલતાંની સાથે પાંચ જ મિનિટમાં ગાડીમાં થઇ જાય છે વેઇટિંગ
ભાસ્કર ન્યૂઝ. ભુજ
વેકેશન પડતાંની સાથે જ ફરવાના શોખીન કચ્છીઓએ એડવાન્સમાં તૈયારીઓ કરી લીધી છે અને ટ્રેનોમાં રિઝર્વેશન માટે સજ્જ બન્યા છે. મુંબઇ, દિલ્હી, દક્ષિણ ભારત, પૂર્વ ભારત તરફ જતી ટ્રેનો બુકિંગ ખૂલતાં વેંત જ પેક થઇ જાય છે. હાલમાં સ્થિતિ એવી છે કે, પહેલી મેથી ૧૪મી સુધીની તમામ ગાડી નો રૂમ જેવી સ્થિતિમાં છે. જોકે, એપ્રિલ માસમાં ગાડીઓમાં જગ્યા મળી જાય તેવી પરીસ્થિતિ છે.
ચૂંટણીને કારણે એપ્રિલ માસમાં કોઇ ટુર નથી, મે માસમાં જાણે રાફડો ફાટયો હોય તે રીતે બુકિંગ થઇ રહ્યું છે. પહેલી મેથી તેરમી સુધી ભુજ તેમજ ગાંધીધામથી ઉપડતી ગાડી પેક થઇ ગઇ છે, તો નવી તારીખોમાં આઠ વાગ્યે રિઝર્વેશન શરૂ થાય છે, તે સાથે પાંચ મિનિટમાં ગાડીઓ વેઇટિંગમાં આવી જાય છે. મુંબઇની કચ્છ એક્સપ્રેસ, સયાજી, દાદર, એસી સુપરફાસ્ટ અને ગાંધીધામ-બાન્દ્રાની ટ્રેનો આરંભની સાથે જ નો રૂમમાં આવી જાય છે, તો દિલ્હી જતી આલા હઝરત ૨૪/૪થી ૧૨/પ સુધી ફુલ પડી છે. પૂના, નાગર કોઇલ, શાલીમાર ટ્રેનોની એ જ હાલત છે.