• Gujarati News
  • તેરા સિનુગ્રામાં ~૨૧૪પ૦ના દારૂ સાથે આરોપી જબ્બે

તેરા-સિનુગ્રામાં ~૨૧૪પ૦ના દારૂ સાથે આરોપી જબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : અબડાસા તાલુકાના તેરા અને અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં પોલીસે બે છાપા મારીને રૂા.૨૧૪પ૦નો દારૂ પકડી પાડયો હતો.
તેરા ગામથી આરોપી દશરથસિંહ ઉર્ફે દશુભા પોપટભા જાડેજાને ગુરુવારે સાંજે પકડી લેવામાં આવ્યો હતો. આ શખ્સના કબજામાંથી વિદેશી દારૂના ૮૧ ક્વા‌ર્ટરિયાં મળી આવ્યા હતા. જેની કિંમત રૂા.૮૧૦૦ આંકવામાં આવી છે.
જ્યારે સિનુગ્રામાં બુધવારે મોડી રાત્રે આરોપી સલીમ ઓસમાણ કકલને વિદેશી દારૂની ૨૩ બોટલ અને પ૩ ક્વા‌ર્ટરિયાં સાથે પકડી લેવામાં આવ્યો હતો. ૧૩૩પ૦નો આ દારૂ તેણે મોટી ખેડોઇના મયૂરસિંહ જેઠુભા જાડેજા પાસેથી ખરીદ્યો હતો. બીજા આરોપીને પણ પોલીસે ગિરફ્તાર કર્યો હતો.