• Gujarati News
  • નાગલપુરમાં પત્ની ફરિયાદ કરવા ૃચ્ ’ગઈ અને પતિએ કર્યો આપઘાત

નાગલપુરમાં પત્ની ફરિયાદ કરવા ૃચ્/’ગઈ અને પતિએ કર્યો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિએ પત્નીને માર માર્યો હતો, હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોલીસ ફરિયાદની તજવીજ થઈ હતી
ભાસ્કર ન્યૂઝ. માંડવી, ભુજ
માંડવી તાલુકાના નાગલપુર ગામમાં એક મહિ‌લાને તેના પતિએ માર મારતાં તે હોસ્પિટલમાં દાખલ થઈ અને પોલીસમાં ફરિયાદ નોંધાવાની તૈયારી હતી, એવામાં પાછળથી ઘરે રહેલો પતિ ટેન્શનમાં મૂકાઈ ગયો અને તેને ગળેફાંસો ખાઈને જિંદગી સમાપ્ત કરી નાખી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે નાગલપુરમાં રહેતા ખીમજી તેજપાર મહેશ્વરી((૪૦))એ આ બનાવમાં આપઘાત કર્યો હતો. ગામના મહેશ્વરીવાસમાં રહેતો આ યુવાન મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે સાંજના ભાગે તેની પત્ની કાનબાઈ હોસ્પિટયલમાં દાખલ થઈ, પતિએ માર માર્યાની ફરિયાદ નોંધાવવાની તેની ઇચ્છા હતી.
આ બાબતે ઘરે રહેલા ખીમજીને જાણ થતાં જ તે ચિંતામાં મૂકાઈ ગયો હતો. તેણે ઘર બંધ કરીને ગળેફાંસો ખાઈ લીધો હતો. ગુરુવારે ઘરની બારીમાંથી તે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. નળિયાં ખસેડીને અંદર ગયેલી પોલીસે લાશને બહાર કઢાવી હતી. આ બનાવને પગલે નાગલપુર ગામમાં ભારે ચકચાર
વ્યાપી હતી અને તરેહ તરેહની ચર્ચા જોવા મળી હતી.