• Gujarati News
  • ખાનગી ઇન્સ્યો. કંપનીનો જકઈના ગ્રાહકોને ફસાવવાનો કારસો

ખાનગી ઇન્સ્યો. કંપનીનો જકઈના ગ્રાહકોને ફસાવવાનો કારસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
હું સેન્ટ્રલ ગવર્નન્સ ઇન્સ્યોરન્સ ઓથોરિટીમાંથી અશ્વિની સિંઘાનિયા બોલું છું. તમારી એલઆઇસીમાં પોલિસી ચાલી રહી છે, તો આપના નામથી એલઆઇસીમાં ગોલ્ડન રૂા. પ૮૮૮૧ અને સિલ્વરમાં રૂા. ૪પ૩૧૧ બોનસ આવ્યું છે, તો આપ ૧૦ એપ્રિલ સુધી રૂા. ૩૦ હજારનો ચેક રાજકોટ એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં કુરિયર કરી દો, તો આપને બોનસ મળશે ! આવો જો કોઇ કોલ આવે તો લાલચમાં આવી જઇને છેતરાતા નહીં, કારણ કે, આ એલઆઇસીના ગ્રાહકોને છેતરીને રોકાણ કરાવવાની ચાલતી વ્યવસ્થિત
સાજિશ છે.
એક શક્યતા પ્રમાણે એલઆઇસીના ગ્રાહકોના ડેટા હેક થઇને ખાનગી ઇન્સ્યોરન્સ કંપની પાસે પહોંચી ગયા છે અને તેઓ દ્વારા છેતરામણી વાતો કરીને પોતાનામાં રોકાણ વધારવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ષડયંત્રના ભાગરૂપે આવો જ ફોન એલઆઇસીના ગ્રાહક ભુજના રાજપાલ ર્મોયા પર આવ્યો હતો, પરંતુ તેઓ દ્વારા ઉંડાણમાં તપાસ કરાતાં આવાં કોઇ જ બોનસ કે અન્ય સ્કીમ ન ચાલતી હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે ર્મોયાએ જણાવ્યું હતું કે, મને દિલ્હીથી ફોન આવ્યો હતો, જે સંભવિત કોઇ કોલ સેન્ટર પરથી આવ્યો હોઇ શકે. તેઓએ મને જણાવ્યું હતું કે, તમે એલઆઇસીની પોલિસી ધરાવો છો અને તમને સિલ્વર અને ગોલ્ડન બોનસ લાગ્યું છે, તેઓને પહેલાંથી જ ખબર હતી કે, મારી પોલિસી એલઆઇસીમાં છે. તેઓએ કહ્યું કે, બોનસ તમને તો જ મળશે.
જો તમે રાજકોટ એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં રૂા. ૩૦ હજારનો ચેક જમા કરાવીને પોલિસી ખરીદશો. આની બ્રાન્ચ ભુજમાં નથી તેથી તમારે રાજકોટ મોકલવો પડશે એવું પણ જણાવ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે, તમારો ચેક ત્યાં મળી જશે બાદમાં તેઓ તમને એપ્લિકેશન નંબર આપશે, બાદમાં અમે ફરી ફોન કરી નંબર કન્ફર્મ કરશું અને તેની ખાતરી બાદ તમારું બોનસ
રિલીઝ કરાશે.
આ સમગ્ર બનાવ બાદ આ મુદ્ે ઉંડાણપૂર્વક તપાસ કરતાં એલઆઇસીના ગ્રાહકોને ટાર્ગેટ કરીને તેઓને વિશ્વાસમાં લઇને છેતરામણી દ્વારા રોકાણ કરાવવાનું ષડયંત્ર માલૂમ પડયાનું તેઓએ
જણાવ્યું હતું.