• Gujarati News
  • પરીક્ષાર્થીઓ પર શુભેચ્છાની વર્ષા

પરીક્ષાર્થીઓ પર શુભેચ્છાની વર્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ધોરણ ૧૦ અને ૧૨માના પરીક્ષાર્થીઓ પર શુભેચ્છાનો વરસાદ થયો હતો.
ભુજની ઇન્દિરાભાઇ ગલ્‌ર્સ હાઇસ્કૂલ ખાતે નગરની વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા પરીક્ષા આપનારા છાત્ર-છાત્રાઓને સદ્ભાવયુક્ત ગુલાબ પુષ્પ આપી સુગઠિયા પેડા ખવડાવી શુભેચ્છાઓનો માહલ સર્જા‍યો હતો.
શરૂઆતમાં આચાર્યા પન્નાબેન ઠક્કર તથા ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીફળ વધેરી દીપ પ્રાગટય કરી છાત્રોને ગોળ-ધાણા, સાકર વહેંચ્યાં હતાં અને વિદ્યાર્થી મિત્રોને પાયાથી જ મજબૂત બની ઉભરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે છાત્ર-છાત્રાઓએ સમૂહવિભુ પ્રાર્થના કરી મંગળમયતા પ્રસારી હતી. વિકલાંગ પરીક્ષાર્થી પરેશભાઇ રાઠોડે હમ કિસીસે કમ નહીંની યાદ તાજી કરાવી હતી. માંડવીમાં ખીમજી રામદાસ શાળાના ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી. અંજાર, ગાંધીધામ, નખત્રાણામાં અનેક સંસ્થાઓને તિલક કરી વિદ્યાર્થીઓને વધાવ્યા હતા.