• Gujarati News
  • ((ઓકે)) હે. ભુજમાં ૩૪ દિવસે બિનવારસુ લાશની અંતિમક્રિયા કરાઇ

((ઓકે)) હે. ભુજમાં ૩૪ દિવસે બિનવારસુ લાશની અંતિમક્રિયા કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાન સમયે સલામત રહેવા મહિ‌લાએ જાગૃતિ કેળવવી જોઇએ
ભુજ : વર્તમાન સમયે બની રહેલા અત્યાચાર અને દુષ્કર્મના બનાવોને કારણે દરેક મહિ‌લા સલામતી માટે જાગૃતિ કેળવે તેવી હાકલ ભુજમાં મહિ‌લા મંડળ દ્વારા ઉજવાયેલા વિશ્વ મહિ‌લા દિન પ્રસંગે કરાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મીનાબેન દેસાઇએ મંડળની પ્રવૃત્તિને બિરદાવી હતી. રેખાબેન વોરાએ પ્રસંગ મહત્ત્વ સમજાવ્યું હતું. ભાનુબેન પટેલે બહેનોને સલામત રહેવાની શીખ આપી હતી. ખ્યાતિબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. સંસ્થાની પ્રવૃત્તિઓની વિગત કાશ્મીરાબેન ભટ્ટે આપી હતી. પ્રમુખ પુષ્પાબેન વૈદ્યની ઉપસ્થિતિમાં સંચાલન વીણાબેન મહેતાએ તેમજ આભારદર્શન નયનાબેન મહેતાએ કર્યું હતું.