• Gujarati News
  • ભુજમાં સાળાએ કર્યો બનેવી પર છરીથી હુમલો

ભુજમાં સાળાએ કર્યો બનેવી પર છરીથી હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ભુજ શહેરના ભીડનાકા પાસે ફોજદારી કેસમાં મદદગારીનો વહેમ રાખીને એક સાળાએ તેના બનેવી પર છરીથી હુમલો કરતાં ચાકચાર વ્યાપી હતી. ઉશ્કેરાયેલા શખ્સે બનેવીની ગળચી પકડી લીધી અને છરી મારવા જતો હતો, ત્યાં લોકો એકત્ર થઈ જતાં તે ભાગી ગયો હતો.
આ બનાવ વિશે પોલીસમાં રાવ કરવામાં આવી છે. ભુજ શહેરના ભીડનાકા બહાર રહેતા સુલેમાન કાસમ હિંગોરજાના જણાવ્યા પ્રમાણે તે બુધવારે સવારે તેના દીકરાની લારી પર બેઠો હતો, ત્યારે તેનો સાળો હનીફ જુસબ થેબા આવ્યો અને તેને કહ્યું કે, તું કેસમાં ઉવેસ હુસેન થેબાને કેમ મદદ કરે છે?
આ અગે ભુજના સલેમાને જણાવ્યું હતું કે, હું કોઇને મદદ કરતો નથી, તારો વહેમ છે. આ સાંભળીને સાળો ઉશ્કેરાયો હતો અને પોતાને મારમાર્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.