• Gujarati News
  • ગાંધીધામમાં ત્રણ ગાય,પાડાનું ૃચ્ ’દારૂનો આથો પીવાથી મોતૃચ્ ’

ગાંધીધામમાં ત્રણ ગાય,પાડાનું ૃચ્/’દારૂનો આથો પીવાથી મોતૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેની હાલત ગંભીર : ગૌપ્રેમીઓમાં ભભૂકતો રોષ
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં વરસાદી નાળાંમાં ફેંકી દેવાયેલા દેશીદારૂનો આથો પીવાના કારણે ત્રણ ગાય અને એક પાડાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બેને ગંભીર હાલતમાં ગૌરક્ષા સમિતિ દ્વારા સારવાર અર્થે પાંજરાપોળમાં ખસેડાઇ છે. બનાવને પગલે ગૌપ્રેમીઓમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.
સૂત્રોએ માહિ‌તી આપતાં જણાવ્યું હતું કે, કંડલા જતાં હાઇવે પર આવેલા એક કારના શો-રૂમ પાસે વરસાદી નાળાંમાં કોઇ અજાણ્યા શખ્સો રાત્રિના સમયે દેશીદારૂ બનાવીને વધેલા આથાના જથ્થાને ફેંકી ગયા હતા. આ આથો પીવાને કારણે એક ગાય ત્યાં જ પડી ગઇ હતી અને તરફડતી હતી. ત્યાંથી પસાર થતાં કોઇનું ધ્યાન જતાં તાત્કાલિક ગૌરક્ષા સેવા સમિતિનો સંપર્ક કર્યો હતો, જેને પગલે એમ્બ્યુલન્સ આવી હતી અને ગૌવંશને લઇ ગઇ હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો, ત્યાં ફરી બે ગાય ઝપટે ચડી ગઇ હતી.