• Gujarati News
  • ૧૩ દર્દીને ડાયાલિસીસ માટે ૃચ્ ’સહાય આપવા જાહેરાત

૧૩ દર્દીને ડાયાલિસીસ માટે ૃચ્/’સહાય આપવા જાહેરાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના નવચેતન ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રે લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી
ભાસ્કર ન્યૂઝ. ભુજ
પાણીમાં આગ લાગે તેવા આજના કાળ અને કારમી મોંઘવારીમાં બે ટંકનું પેટીયું રળવા માટે આમ આદમી સતત દોડાદોડી કરતો જોવા મળે છે, તેમાંય જો કિડની ફેલિયર જેવી લાંબી માવજત માગતી બીમારી ઘરના કોઇ સભ્યને હોય, ત્યારે તે પરિવારની હાલત ઉપર આભ અને નીચે ધરતી’ જેવી થઇ જાય છે, ત્યારે માનવ કલ્યાણ કેન્દ્રે ૧૩ દર્દીને સહાય આપી છે.
શ્રીમદ્ વિજય કલ્યાપૂર્ણ સૂરિશ્વરજી મ.સા.ના દિવ્યાશિષથી છેલ્લા ચારેક વર્ષથી કાર્યાન્વીત અને લોકોના ઘેર જઇ જીવદયા અનુકંપા અને માનવસેવાના અનેકવિધ કાર્યો કરી રહેલી સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના કાર્યકરોએ લાયન્સ હોસ્પિટલ ભુજની મુલાકાત લીધી હતી અને લાંબા સમયથી ડાયાલિસીસની સારવાર લેતા આવા જરૂરતમંદ દર્દીઓની જાત તપાસ કરી. ડો. રૂપાલીબેન મોરબીઆના સહયોગથી ૧૩ દર્દીના એક દિવસના ડાયાલિસીસ કરાવવાનો ખર્ચ રૂા. ૬પ૦૦ તેમના હોસ્પિટલના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
ઉપરોક્ત કાર્યમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની સાથે હિ‌રેન દોશી, નટવરભાઇ વોરા, દિલાવરસિંહ રાઠોડ, સી.સી. જોષી, હાર્દિક શાહ, દોલતરામ જરાદી વગેરે સહયોગી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી માનવ કલ્યાણ લગતી પ્રવૃત્તિઓ કરાઇ રહી છે. જેના ભાગરૂપે ડાયાલિસીસના દર્દીઓને સહાય અપાશે.