• Gujarati News
  • બો‌ર્ડ‌ની પરીક્ષા માટે તંત્ર સજ્જ સીસી કેમેરા દ્વારા રખાશે વોચ

બો‌ર્ડ‌ની પરીક્ષા માટે તંત્ર સજ્જ સીસી કેમેરા દ્વારા રખાશે વોચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓની જાહેરાત સાથે કચ્છ જિલ્લામાં તા. ૧૩/૩થી ૨૮/૩ સુધી લેવાશે, જેના માટે તંત્ર સજ્જ થયું છે.
ધોરણ ૧૨ ભુજ ઝોનના સામાન્ય પ્રવાહના ૩૬ પરીક્ષા સ્થળે ૧૧૬૮૧ વિદ્યાર્થી ઉપસ્થિત થવાના છે. ધોરણ ૧૦ પૂર્વ ઝોન ગાંધીધામ ખાતે ૩૭ પરીક્ષા સ્થળે ૧૨૧૮૧ વિદ્યાર્થી ઉપસ્થિત થવાના છે, તે જ રીતે પ‌શ્ચિ‌મ ઝોન ભુજ ખાતે ૪૮ પરીક્ષા સ્થળે ૧૬૨૮૭ વિદ્યાર્થી ઉપસ્થિત થવાના છે. આમ, ધોરણ ૧૦ના બન્ને ઝોનના કુલ ૮પ પરીક્ષા સ્થળે પર ૨૮૪૬૮ વિદ્યાર્થી‍ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ના કુલ ૪ પરીક્ષા સ્થળે ૧૦પપ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી શકે, તે માટે તા. ૧૨/૩ના બપોરે ૧થી ૩ વાગ્યા દરમિયાન શાળાઓ ખુલ્લી રહેશે.
સમગ્ર પરીક્ષા સમયે કલમ ૧૪૪નું જાહેરનામું તથા પરીક્ષા સ્થળની ૨૦૦ મીટરની ત્રિજિયામાં ઝેરોક્ષ મશીનો, મોબાઇલ, બ્લૂટૂથ જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલમાં આવશે.
જિલ્લાના સમગ્ર પરીક્ષા કેન્દ્રો પર કોઇપણ પ્રકારની ગેરરરીતિ ન થાય, તે માટે પોલીસ બંદોબસ્ત તથા બો‌ર્ડ‌ દ્વારા ફાળવવામાં આવેલી વિજિલન્સ સ્ક્વોડ પણ કાર્યરત રહેશે તથા જિલ્લાના ૧૭ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા તથા જરૂર પડયે વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં વિદ્યાર્થીઓને, સુપરવાઇઝરને મોબાઇલ પર પ્રતિબંધ છે, સાથે વાલીઓને વિનંતી કે, પોતાના પરીક્ષાર્થી પાલ્યને મોબાઇલ સાથે પરીક્ષા કેમ્પસમાં મોબાઇલ ન લઇ જવા કાળજી રાખવા જણાવવામાં આવે છે તથા હોલટિકિટની વધારાની એક ઝેરોક્ષ નકલ સાથે રાખવી હિ‌તાવહ જણાય છે.
સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ શાંતચિતે પરીક્ષા આપી શકે, તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તદુપરાંત જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ભુજ ખાતે ફોન નં. ૦૨૮૩૨-૨પ૦૧પ૬ પર કન્ટ્રોલરૂમ કાર્યરત રહેશે તથા બો‌ર્ડ‌નો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ પપ૦૦ રહેશે તેવું ડીઇઓ મુકેશ પટેલે
જણાવ્યું છે.