• Gujarati News
  • ધાણેટીમાં પાણી માટે ૧૨૦૦ ૃચ્ ’મીટર લાંબી લાઇન નખાશે

ધાણેટીમાં પાણી માટે ૧૨૦૦ ૃચ્/’મીટર લાંબી લાઇન નખાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ પંચાયત દ્વારા બોરનું ખાતમુહૂર્ત
ભાસ્કર ન્યૂઝ. ધાણેટી
ધાણેટી ગામમાં આવનારા ઉનાળા જેવી ઋતુમાં પાણીની તંગી ન ઉદ્ભવે તે હેતુસર પંચાયતે આગોતરાં આયોજનરૂપે પાણી પુરવઠા વિભાગ પાસે ૧૨૦૦ મીટર લાંબી પાઇપલાઇન, બોર અને વિદ્યુત કન્ટ્રોલરૂમ માટે ૧૬ લાખ રૂપિયા મંજૂર કરાવ્યા હતા, તે ઉપરાંત જરૂરી રકમ લોકફાળા દ્વારા એકત્ર કરવામાં
આવી હતી.
ધાણેટી ગામ પાસે આવેલા ઔદ્યોગિક એકમ યુનિટ ઝીંકોક્સાઇટ પ્રા.લિ. દ્વારા ૧,૨પ,૦૦૦ હોટેલ કલાપિ દ્વારા ૨૧,૦૦૦ અને અમીતિ મિનરલ્સ દ્વારા ૧પ,૦૦૦ મળી ૧,૬૧,૦૦૦ રૂા.નો લોકફાળો
આવ્યો હતો.
બોરવેલ બનાવવા અને પાઇપલાઇન નાખવાના ખાતમુહૂર્તમાં સરપંચ વાઘજીભાઇ માતા, રાણાભાઇ ડાંગર, નારણભાઇ ડાંગર, વાલાભાઇ રતા, માવજીભાઇ હરિભાઇ, જીવાભાઇ હરિજન, સોમાભાઇ રબારી વગેરે હાજર રહ્યા હતા.