• Gujarati News
  • કબરાઉમાં મજૂર સ્ત્રીએ ૃચ્ ’તળાવમાં ઝંપલાવતાં મોતૃચ્ ’

કબરાઉમાં મજૂર સ્ત્રીએ ૃચ્/’તળાવમાં ઝંપલાવતાં મોતૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ભચાઉ તાલુકાના કબરાઉ ગામની સીમમાં આવેલાં એક તળાવમાં મજૂર સ્ત્રીએ ડૂબીને આત્મહત્યા કરી લીધી હતી. એ મહિ‌લા રવિવારથી લાપતા થઈ ગઈ હતી. બીજી બાજુ આદિપુર શહેરમાં દાઝેલી યુવતીએ સારવાર દરમિયાન ભુજમાં દમ તોડયો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કબરાઉની સીમમાં આવેલાં તળાવમાંથી ૨૧ વર્ષીય વર્ષાબેન દિનેશભાઈ ગોડાની લાશ મળી આવી હતી. રવિવારથી તે ગુમ થઈ ગઈ હતી. મૂળ તે પંચમહાલની વતની હતી. આ મહિ‌લાએ આત્મહત્યા શા કારણથી કરી એ વિશે પોલીસમાં જોકે, કોઇ વિગત જાણવા મળી શકી નહોતી. આદિપુરમાં રહેતી પૂજાબેન ભાગસિંગ((૨૧)) ગત તા.૨૧/૧ના તેના ઘરે રસોઈ બનાવતાં દાઝી હતી. રવિવારે ભુજમાં સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા.