• Gujarati News
  • ~૩.૧૨ લાખનો દારૂ મગાવનારો શિકરાનો બૂટલેગર ગામમાંથી ફરાર

~૩.૧૨ લાખનો દારૂ મગાવનારો શિકરાનો બૂટલેગર ગામમાંથી ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ
ભચાઉમાં રૂા.૩.૧૨ લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો એ ચકચારી પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ એવા શિકરાના બૂટલેગરનું નામ ખૂલતાં પોલીસ દોડધામમાં પડી ગઈ હતી. રાતોરાત તેને પકડાવા એના ગામડે પહોંચેલી પોલીસને જોકે, ખાલી હાથે પરત ફરવું પડયું હતું.
ભચાઉમાં પોલીસે રવિવારે મોડી રાત્રે ટ્રકમાંથી વિદેશી દારૂની ૭૬૯ બોટલ અને બિયરના ૪૩૨ ટીનનો લીકર કબજે કર્યો હતો. ગિરફ્તાર કરાયેલા જીવા માલી, બુધારામ બિષ્નોઈ અને જયેશ જોષીની આગવી ઢબે પૂછપરછ કરાતાં દારૂનો આ જથ્થો શિકરા ગામના વીરેન્દ્રસિંહ ઉર્ફે કાનો ઝાલાએ મગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. પીએસઆઇ એમ. ડી. સોલંકીએ જણાવ્યું કે, રાત્રે જ પોલીસની ટીમ તપાસ માટે શિકરા પહોંચી હતી.