• Gujarati News
  • સાંઘીપૂરમ ભુજ ૃચ્ ’અનિયમિત કરવાના ૃચ્ ’પ્રયાસોનો આક્ષેપ

સાંઘીપૂરમ-ભુજ ૃચ્/’અનિયમિત કરવાના ૃચ્/’પ્રયાસોનો આક્ષેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
નલિયા ડેપો દ્વારા સાંઘીપૂરમ-ભુજ વાયા તેરા બીટ્ટા સાંજે સાડા પાંચે ચલાવવામાં આવે છે. આ રૂટ જ્યારથી નલિયા ડેપોને સોપવામાં આવ્યો છે, ત્યારથી બસને અનિયમિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ રૂટ ઉપર તેરા, હમીરપર, ધુફી, બીટ્ટા, ભવાનીપર તથા અન્ય નાના ગામના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓ પ્રવાસ કરે છે. આ રૂટ ઉપર બપોરે ૩:૪પ પછી કોઇ પણ લોકલ બસ ચાલતી નથી. તેવું તેરાના સરપંચે વિભાગીય નિયામકને જણાવ્યું છે.
સ્થાનિક વહીવટકર્તાના મનસ્વી વલણ તથા ખાનગી વાહનને સગવડ કરી આપવા માટે આ બસને છાશવારે રદ્દ કરવામાં આવે છે અથવા મોડી કરવામાં આવે છે, જેથી ટ્રેનના પ્રવાસીઓ તથા અન્ય મુસાફરોને ફરજિયાત ખાનગી વાહનમાં સફર કરવાની ફરજ પડે તેવો આક્ષેપ આદમ મુસા લોધરાએ કર્યો હતો. આ અંગે વિ. નિયામક યોગ્ય તપાસ કરી પગલાં નહીંતર ગ્રામ્યવાસીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી.