• Gujarati News
  • ધારીમાં સોમવારે સવારે પ્રકાશમાં આવેલા દંપતીની ઘાતકી હત્યા પ્રકરણમાં જીવ ગુમાવનારા પીજીવીસીએલ

ધારીમાં સોમવારે સવારે પ્રકાશમાં આવેલા દંપતીની ઘાતકી હત્યા પ્રકરણમાં જીવ ગુમાવનારા પીજીવીસીએલના અધિકારી અશોક મહેતા જેતપુર ગ્રામ્ય પેટા વિભાગમાંથી નાયબ ઇજનેરથી કાર્યપાલક ઇજનર તરીકે બઢતી મેળવીને ભુજ આવ્યા હતા. છ માસની ભુજ સર્વિ‌સ બાદ જ તેમની કરપીણ હત્યાના બનાવે કચ્છના પીજીવીસીએલ તંત્રમાં પણ ખળભળાટ વ્યાપી ગયો હતો. અહીંની એ ડિવિઝન ઓફિસમાં તેમણે તા.૨૨/૮/૨૦૧૩થી એ હોદ્દો સંભાળ્યો હતો. ભુજમાં શનિવાર સુધી તેમણે ફરજ બજાવી હતી. બાદમાં સૌરાષ્ટ્રની વાટ પકડનારા સદ્ગત બે પુત્રી અને એક પુત્રને કલ્પાંત કરતા ૃચ્/’છોડી ગયા છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભુજ

ધારીમાં સોમવારે સવારે પ્રકાશમાં આવેલા દંપતીની ઘાતકી હત્યા પ્રકરણમાં જીવ ગુમાવનારા પીજીવીસીએલના અધિકારી અશોક મહેતા જેતપુર ગ્રામ્ય પેટા વિભાગમાંથી નાયબ ઇજનેરથી કાર્યપાલક ઇજનર તરીકે બઢતી મેળવીને ભુજ આવ્યા હતા. છ માસની ભુજ સર્વિ‌સ બાદ જ તેમની કરપીણ હત્યાના બનાવે કચ્છના પીજીવીસીએલ તંત્રમાં પણ ખળભળાટ વ્યાપી ગયો હતો.

આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અહીંની એ ડિવિઝન ઓફિસમાં તેમણે તા.૨૨/૮/૨૦૧૩થી એ હોદ્દો સંભાળ્યો હતો. ભુજમાં શનિવાર સુધી તેમણે ફરજ બજાવી હતી. બાદમાં સૌરાષ્ટ્રની વાટ પકડનારા સદ્ગત બે પુત્રી અને એક પુત્રને કલ્પાંત કરતા છોડી ગયા છે.

બોક્સ : સોમવારે મિત્રોને ગુડ મોિન્ર્‍ાંગનો એસએમએસ ન મળ્યો

અશોકભાઈ મહેતા છેલ્લા છ માસથી એક સુવિચાર સાથે પોતાના ગ્રૂપમાં એસએમએસના માધ્યમથી સુપ્રભાતની તેઓ શુભેચ્છા મોકલતા હતા. આ કાર્યપાલક ઇજનરનો સોમવારે સવારે કોઇ જ મેસેજ તેમના ગ્રૂપમાં મળ્યો ન હતો, જેનું રહસ્ય બપોર સુધી ખૂલી જતાં તેમના મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

બોક્સ : રાજકોટની ર્કોપોરેટ કચેરીએ રાહ જોવાતી હતી

જાણવા મળતી વિગતો પ્રમાણે અશોકભાઈ મહેતા સોમવારે વહીવટી કારણોસર એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજકોટની ર્કોપોરેટ કચેરીએ હાજર થવાના હતા. નિયત સમયે તેઓ ન પહોંચતાં સંબંધિત અધિકારીએ તેમનો મોબાઇલ ફોન પર સંપર્ક કરવા સતત પ્રયાસ કર્યા હતા, જે નિષ્ફળ રહ્યા હતા.