તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જખૌમાં પવનચક્કીઓ ઊભી થઇ, વેરાનું ફદિયુંયે નથી અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જખૌમાં પવનચક્કીઓ ઊભી થઇ, વેરાનું ફદિયુંયે નથી અપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જખૌ
જખૌની દરિયાઇપટ્ટી પર પવનચક્કી ઊભી કરી અત્યાર સુધી લાખોની આવક રળનારી સુઝલોન કંપની દ્વારા આજ સુધી ગ્રામ પંચાયતને વેરા પેટે એક પાઇ પણ ચૂકવાઇ નથી, પરિણામે ૪.પ૦ લાખ જેટલું લેણું ચડી ગયું છે, જે એક માસમાં ભરી નહીં દેવાય, તો ખુદ સરપંચે ગાંધી ચિંધ્યા માર્ગે જવા ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે સરપંચ સાલેમામદ વાઘેરે જણાવ્યું હતું કે, ગામના સીમાડામાં વર્ષ ૨૦૦૬થી ૨૦૦ જેટલી પવનચક્કી ફરી રહી છે, જેનો વ્યવસાય વેરો ચૂકવવા કંપનીને વારંવાર તાકીદ કરાઇ છે, તેમ છતાં આજ સુધી એક રૂપિયાનું ભરણ કરાયું નથી. એક પવનચક્કીના વાર્ષિ‌ક ભાડાં પેટે રૂા. ૩૦૦ ઠરાવાયા હતા, તેની ૭ વર્ષની ગણતરીએ ૪.પ૦ લાખ જેટલી રકમ થાય છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરાઇ છે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી તેવું તેમણે ઉમેર્યું હતું, હવે ૩૦ દિવસની આખરી મહેતલ અપાઇ છે, તેમ છતાં વેરો નહીં ભરાય, તો લોકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે જવા સરપંચે ચીમકી ઉચ્ચારી હતી.
સરપંચના જણાવ્યા મુજબ ગામમાં મેડિકલ કેમ્પ યોજવા, શુદ્ધ પેયજળ આપવા કે અવાડા બનાવી આપવા કંપની સમક્ષ રજૂઆત કરાય, તો જવાબદારો હાથ ઉંચા કરી દે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો