- Gujarati News
- અંજારમાં બાળકનાં મોત બાદ તબીબ સામે બેદરકારીનો આક્ષેપૃચ્ ’
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજારમાં બાળકનાં મોત બાદ તબીબ સામે બેદરકારીનો આક્ષેપૃચ્/’
શ્વાસ બંધ થઈ જતાં બાળરોગ નિષ્ણાત પાસે કેસ મોકલ્યો હોવાની તબીબની કેફિયત
ભાસ્કર ન્યૂઝ.ભુજ
અંજાર શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં ડિલિવરી બાદ નવજાત શિશુનું એકાએક મોત થઈ જતાં ખળભળાટ વ્યાપી ગયો હતો. પુત્રનાં મૃત્યુથી આઘાત પામેલા મજૂર પિતાને આ બનાવ પાછળ ડોક્ટરની બેદરકારી લાગતાં તેણે આક્ષેપ સાથે પોલીસમાં અપમૃત્યુની નોંધ કરાવી હતી. જોકે, આ પ્રકરણની તપાસ કરતાં પોલીસને ગાયનેકોલોજિસ્ટ પાસે એવું જાણવા મળ્યું કે, ડિલિવરી યોગ્ય રીતે થઈ, બાદમાં બાળકના શ્વાસ થંભી જતાં સારવાર માટે બાળરોગ નિષ્ણાત પાસે રિફર કરવામાં આવ્યું હતું.
આ બનાવ વિશે અંજાર પોલીસે જણાવ્યું કે, શહેરમાં આવેલી મમતા ગાયનેક હોસ્પિટલમાં દયારામ દાનાજી લોહારની પત્નીને બુધવારે રાત્રે નવ વાગ્યે દાખલ કરવામાં આવી હતી. રાત્રે સવા અગિયાર વાગ્યે પ્રસૂતિ થઈ હતી. જન્મ થયા બાદ બાળકનું મોત થયું હતું.
ભીમાસરમાં રહેતા દયારામ લોહારને ડોક્ટરે ડિલિવરી કરાવવામાં કોઇ લાપરવાહી રાખી હોવાની શંકા જતાં તેણે અંજાર પોલીસમાં ગુરુવારે અપમૃત્યુનો કેસ નોંધાવ્યો હતો.
આ બનાવ વિશે પોલીસે તપાસ હાથ ધરી ડો. નીરવ મોદીની પૂછપરછ કરી, તો તેમણે એવી કેફિયત આપી કે, જન્મ થયા બાદ બાળક રડયું હતું. પછી શ્વાસ બંધ થઈ ગયા, એટલે વધુ સારવાર માટે તેને બાળરોગ નિષ્ણાત પાસે મોકલવામાં આવ્યું હતું. લાપરવાહી રાખી હોવાના આક્ષેપને ડોક્ટરે પોલીસ સમક્ષ પાયાવિહોણો ગણાવ્યો હતો. આ બનાવ વિશે પોલીસે તપાસનો દોર આગળ
વધાર્યો હતો.