તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાગડથી ૧.૨૨ લાખની ભેંસ ચોરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડથી ૧.૨૨ લાખની ભેંસ ચોરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવ, કાનપર અને ટિંડલવામાંથી જીપના ડાલામાં ભરીને પશુધન લઈ જતી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો
આડેસરના શખ્સની સામે તપાસ શરૂ
ભાસ્કર ન્યૂઝ.ભુજ
રાપરના ત્રણ ગામમાંથી મૂલ્યવાન પશુધન ચોરાઈ જતાં માલધારીઓમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. દોઢ માસના ગાળામાં તસ્કરો રવ, કાનપર અને ટિંડલવાથી જીપમાં ભરીને ચાર ભેંસ ઉઠાવી ગયા હતા. રૂા.૧.૨૨ લાખની આ ભેંસો અંગે આડેસરના શખ્સની ભૂમિકા સામે આવતાં તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નાના ટિંડલવાના ધીંગાભાઈ તેજાભાઈ કોલીની ફરિયાદ ટાંકીને વિગતો આપી કે, આ પ્રકરણમાં આડેસરના લાલમામદ હિંગોરજાનો હાથ છે. આ શખ્સે બોલેરો જીપમાં ૪ જાન્યુઆરીએ રવમાંથી ભીખુભા વેલુભા જાડેજાની બે ભેંસ ઉઠાવી હતી, જેની કિંમત ૬૦ હજાર આંકવામાં આવી હતી, ૧૪ ફેબ્રુઆરીએ કાનપરથી જેઠા રાજા પટેલની ભેંસ ((૩૨૦૦૦))ને ઉઠાવી હતી, ૨૦ ફેબ્રુઆરીએ ધીંગાભાઈ કોલીની બે વર્ષની પાડી ((રૂા. ૩૦૦૦૦)) ચોરી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો