તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંતે લાલચંદન પકડાયાનું પોલીસે કબૂલ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતે લાલચંદન પકડાયાનું પોલીસે કબૂલ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ પાસેથી પાંચ કરોડનો જથ્થો સત્તાવાર રીતે પોલીસે ચોપડે ચઢાવ્યો
અમદાવાદથી મુન્દ્રા પો‌ર્ટ જતી ટ્રકમાં ફોર્ટીફાઇડ સ્ટાર્ચની બોરીઓ કાઢીને લાલચંદન ભરવામાં આવ્યું
ઇન્ટરનેશનલ સ્મગલરનો હાથ હોવાનો પોલીસનો દાવો
ભાસ્કર ન્યૂઝ.ભુજ
બુધવારે સામખિયાળી નજીક રક્તચંદન ભરેલી ટ્રક પકડાયાની વાતને બીજા જ દિવસે સત્તાવાર સમર્થન મળ્યું છે. ભચાઉ નજીક પકડાયેલી ટ્રકમાંથી મળી આવેલા રક્તચંદનના જથ્થાની કિંમત વિશ્વબજાર પ્રમાણે રૂા.પાંચ કરોડ હોવાનું ખૂલ્યું છે. પોલીસે એવો પણ દાવો કર્યો કે, આ પ્રતિબંધિત જથ્થાને ગેરકાયદે રીતે સગેવગે કરવામાં એક ઇન્ટરનેશનલ સ્મગલરનો હાથ છે. અમદાવાદથી ફોર્ટીફાઇડ સ્ટાર્ચનો જથ્થો ભરીને નીકળેલી ટ્રકમાં લાલચંદન ભરવામાં આવ્યું હતું. ગુરુવારે રક્તચંદનનું આ પ્રકરણ માધ્યમો મારફતે જગજાહેર થઈ જતાં છેવટે પોલીસે હકીકતે સામે લાવવી પડી હતી.
ભચાઉ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદથી તા.૨૧ ફેબ્રુઆરીએ ફોર્ટીફાઇડ સ્ટાર્ચની રૂા.સાત લાખની કિંમતની ૩૬૦ બોરી ભરીને ટ્રક મુન્દ્રા પો‌ર્ટ જવા રવાના થઈ હતી. આ ટ્રક ભચાઉ પાસે પોલીસે પકડી પાડી હતી. ટ્રકમાંથી સ્ટાર્ચના બદલે લાલચંદનનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં રાજકોટના વેપારી કલ્પેશ પ્રવીણ પટેલે આરોપી તરીકે ગોપાલ શર્મા((ભુવનેશ્વર-ઓરિસ્સા)), અરુણ તિવારી((તિવારી રોડલાઇન્સ-ભુજ)) અને ટ્રકચાલક વિજય વિનય વિરુદ્ધ ગુરુવારે ઠગાઈ અને વિશ્વાસઘાત સહિ‌તની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ શખ્સોએ કાવતરું રચીને ફોર્ટીફાઇડ સ્ટાર્ચની જગ્યાએ ૧૦ ટન રક્તચંદનનો જથ્થો ભર્યો હતો, જેની કિંમત રૂા.પાંચ કરોડ આંકવામાં આવી છે.
અનુસંધાન પાના નં. ૬
ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રેરક્તચંદન ભરેલી ટ્રક સામખિયાળી પાસે પકડાયાની વાતે પોલીસે નનૈયો ભણ્યો હતો. જોકે, આ બાબતે બીજા દિવસે અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતાં પોલીસતંત્ર પણ ભીંસમાં મુકાયું હતું અને વાસ્તવિકતા સામે લાવવી પડી હતી. વળી, ટ્રકમાંથી લાલચંદનનો જથ્થો પકડાયો ત્યારે એની ઓળખ માટે વન અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ફોરેસ્ટ અધિકારીઓ લાકડું ઓળખી શક્યા, પણ એની કિંમત જણાવી શક્યા નહોતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો