તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા બાદ ભુજમાં પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા બાદ ભુજમાં પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં કાર્યાલયમાં પ્રથમવાર પ્રવેશ વેળાએ બીજેપી અગ્રણીઓએ છબીલ પટેલનું કર્યું સ્વાગત
કોંગ્રેસ પર કર્યા પ્રહારો
ભાસ્કર ન્યૂઝ. ભુજ
ગળાં સુધી કાદવમાં પડયા હોઇએ અને ત્યાર બાદ તેમાંથી બહાર આવીને જેટલું સારું લાગે તેટલું જ સારું કોંગ્રેસમાંથી બહાર નીકળીને ભાજપમાં જોડાયા બાદ લાગી રહ્યું છે, એવું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે ભુજમાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રથમવાર પ્રવેશ કરતી વેળાએ જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં પટેલે જણાવ્યું કે, ગુજરાતનો સપૂત દેશનું કલ્યાણ કરવા હવન કરી રહ્યો છે, ત્યારે તેમાં મારી આહૂતિ પડે અને તેમના માધ્યમથી જો દેશનું ભલું થતું હોય, તો મને ભાજપમાં જોડાવું જોઇએ તે હેતુથી ભાજપમાં જોડાયાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસને તેમણે શિસ્તવગરની પાર્ટી ગણાવી હતી, જ્યારે ભાજપની શિસ્તબદ્ધતા જોઇને જાણે કોઇ વિદેશમાં હોય તેવો અહેસાસ થઇ રહ્યો હોવાનું ઉમેર્યું હતું, જો પાર્ટી‍ વિશ્વાસ મૂકશે, તો ફરી અબડાસા બેઠક પરથી લડવાની તૈયારી પણ તેમણે બતાવી હતી. મોદીને તેમણે પોતાના પહેલાંથી જ આઇકોન ગણાવ્યા હતા. કોંગ્રેસના આક્ષેપોને નકારતાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મને ગદ્ાર ગણાવે છે, તેઓ ૨૦૦૦ના વર્ષમાં કોંગ્રેસમાંથી બળવો કરી પંચાયતને તોડી-મરોડીને ભાજપમાં જોડાયા હતા ફરી તેમને વાંધો પડયો, ત્યારે તેઓ પંચાયતને વિખેરી કોંગ્રેસમાં આવી ગયા હતા, તો તેને શું ગદ્ારી ન કહેવાય, તેવો તીખો પ્રહાર તેમણે કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાએ પટેલને આવકારતાં જણાવ્યું હતું કે, છબીલભાઇ મોદી દેશના વડાપ્રધાન બને તે હેતુથી બીજેપીમાં જોડાયા છે, ત્યારે દૂધમાં જેમ સાકર ભળે, તેમ તેઓને પણ ભળાવી લેવાશે. લાકડિયામાં લધુમતી સમાજના કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જ્યારે માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કહે છે કે, અમારા કાર્યકરો પર હાથ નાખશો, તો કાંડા કાપી લઇશ, તો અમે તેમને કહીએ છીએ કે, અમને હાથ લગાડશો, તો અમે હાથ જોડવાવાળા માણસો છીએ. અમે દેશને લૂંટવાવાળા નથી. ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ દેશને કોંગ્રેસ મુક્ત કરવા ખભે-ખભા મિલાવીને કામ કરવા આહ્વાન આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો