- Gujarati News
- સામખિયાળી નજીક રક્તચંદન ૃચ્ ’ભરેલી ટ્રકને પોલીસે પકડી લીધી ?
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામખિયાળી નજીક રક્તચંદન ૃચ્/’ભરેલી ટ્રકને પોલીસે પકડી લીધી ?
ગત રવિવારે ચેકપોસ્ટ પર અટકાવાઈ ત્યારે ડ્રાઇવર ભાગી ગયો હતો
ભાસ્કર ન્યૂઝ.ભુજ
જેની નિકાસ પર ભારતમાં પ્રતિબંધિત છે એવા મૂલ્યવાન લાલ ચંદનનો જથ્થો ટ્રકમાં ભરાઈને કચ્છ તરફ આવતો હતો ત્યારે જોગાનુજોગે પકડાઈ ગયો હોવાની વાત બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો હતો. ગત રવિવારે ટ્રકને પકડાઈ ત્યારે ડ્રાઇવર છનનન થઈ ગયો હતો. જ્યારે એક-બે દિવસ એમની એમ પડેલી ટ્રકને બાદમાં તપાસતાં એમાંથી લાલ ચંદનનો મસમોટો જથ્થો હાથ લાગ્યો હતો. જોકે, આ વાતને સત્તાવાર સમર્થન
મળ્યું નહોતું.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત શુક્રવારે લીંબડી નજીક હાઇ-વે પર આવેલા સાયલા ગામ પાસેની એક પેઢીમાંથી એક ટ્રક રવાના થઈ હતી. આ ટ્રકમાં રક્ત ચંદનનો જથ્થો ભરેલો હતો. માર્ગમાં હોલ્ટ કરતી આ ટ્રક છેક રવિવારે કચ્છમાં પ્રવેશી હતી. સૂત્રોનું માનીએ તો કચ્છમાં એન્ટ્રી કરતી ટ્રકને સામખિયળી ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ કર્મચારીએ અટકાવી હતી. ગભરાયેલો ડ્રાઇવર ડરનો માર્યો કૂદીને ભાગી ગયો હતો. બાદમાં પોલીસે ટ્રકને કબજે કરી હતી. એક-બે દિવસ ટ્રકમાં શું છે એની ખબર ન પડી. પછી તપાસ કરી તો અંદર લાલ ચંદન હોવાની વાત બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમયે પહેલા મુન્દ્રા બંદરેથી લાલ ચંદન પકડાયા બાદ પોર્ટ સિવાયના વિસ્તારમાંથી આ પ્રકારે રક્ત ચંદનનો જથ્થો પકડાયો હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે.