તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિ.પં. કારોબારીમાં એનએનો કીર્તિ‌માન સ્થપાય તેવી શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં. કારોબારીમાં એનએનો કીર્તિ‌માન સ્થપાય તેવી શક્યતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાર્ટી ફંડ લેવાતું હોય તેવી વાતે જોર પકડયું
ભાસ્કર ન્યૂઝ. ભુજ
હજુ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી તેને માત્ર ૨૭ દિવસ જ થયા છે, ત્યારે અગાઉના સમયમાં માંડ મળતી કારોબારી સમિતિની મીટિંગ મળતાં રાજકીય વર્તુળોમાં તેની ચર્ચાએ જોર પકડયું છે. વળી, આ મીટિંગમાં એનએ ફાઇલ મંજૂરી ગયા વખતનો રેકો‌ર્ડ‌ પણ તોડે તેવી શક્યતા જોવાઇ રહી છે. નોંધનીય છે કે, પાર્ટી ફંડ માટે આ કેસમાંથી રૂપિયા લેવાતા હોય તેવી વાત પણ વહેતી થઇ છે. જોકે, તેનું ખંડન કરાયું છે.
આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક આગામી ર૮મી શુક્રવારે મળી રહી છે, ત્યારે તેમાં ગયા વખતના ૧પ૭ ફાઇલ કરતાં પણ વધારે એનએના કેસ પર મહોર મરાય તેવી શકયતા છે. ગયા વખત જેમ આ વખતે પણ પાર્ટી ફંડ માટે નાણાં ઉઘરાવાય છે તેવી ચર્ચા પણ થઇ રહી છે, પણ કારોબારી ચેરમેન અરવિંદ વેકરિયાએ આ તમામ બાબતોનું ખંડન કર્યું છે, તો અચાનક મળતી આ બેઠક અંગે પણ સત્તાધીશોએ જણાવ્યું કે, આ રૂટિન પ્રક્રિયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો