તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંજાર તા.પં. કચેરીનું ૃચ્ ’ચોથા વર્ગના કર્મીના ૃચ્ ’હસ્તે ઉદ્ઘાટન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર તા.પં. કચેરીનું ૃચ્/’ચોથા વર્ગના કર્મીના ૃચ્/’હસ્તે ઉદ્ઘાટન થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.અંજાર
અંજારમાં રૂા.૧.પપ કરોડના ખર્ચે નિર્મિ‌ત તાલુકા પંચાયત કચેરીના લોકાર્પણનું કોકડું છેલ્લા બે માસથી રાજકારણના કારણે અટવાયું હતું, જેમાં બે બળિયાની લડાઇમાં ત્રીજો ફાવી ગયો હોય, તેમ બુધવારે ચોથાવર્ગના દલિત કર્મચારીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.
બે માસથી લોકાર્પણની રાહ જોતી કચેરીની રિબિન કોણ કાપશે તેના માટે અંદરોઅંદર ડખો ચાલી રહ્યો હતો. કેટલાક કર્મચારીઓએ પણ પોતાના માનીતા નેતાના હસ્તે ઉદ્ઘાટન કરાય, તે માટે એડીચોટીનું જોર લગાવાયું હતું, પણ કોઇની કારી ન ફાવતાં અંતે અનુસૂચિત જાતિના કર્મચારી નારાણભાઇના હસ્તે લોકાર્પણ
કરાયું હતું.
ત્યાર બાદ મળેલી બેઠકમાં પંચાયત પ્રમુખ ખેંગાર ડાંગરે અદ્યતન કચેરીના કારણે અરજદારોને સુવિધા મળશે તેવું કહેતાં કચેરીના નામકરણ માટે સૂચન કર્યું હતું, જે ઠરાવમાં બદલાયું હતું. ટીડીઓ કોઠીવાલા, ભગવાન આહિ‌ર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો