તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બન્નીના લોકો લખતા થશે તો ૃચ્ ’જ અસ્મિતાને ઓળખ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બન્નીના લોકો લખતા થશે તો ૃચ્/’જ અસ્મિતાને ઓળખ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરેવલીમાં બન્ની-પચ્છમ જો લોકજીવન અંગે સેમિનાર
ભાસ્કર ન્યૂઝ. ભુજ
કચ્છી સાહિ‌ત્ય અકાદમી-ગાંધીનગર, કચ્છી કલા સાહિ‌ત્ય સંઘ-નખત્રાણા અને સહજીવન-ભુજના સંયુકત ઉપક્રમે બન્ની-પચ્છમ જો લોકજીવન વિષય પર સેમિનાર ગોરેવાલીમાં યોજાયો હતો. બન્નીની સંસ્કૃતિનું જતન થવું જોઇએ અને તે વિશ્વ સમક્ષ ઉજાગર થવી જોઇએ અને આવા કાર્યક્રમમાં સ્થાનિક શિક્ષિત યુવાપેઢી રસ લેશે તો જ આ સંસ્કૃતિનું જતન થઇ શકશે એવો સૂર વકતાઓએ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં કાંતિ ગોર, કીર્તિ‌ ખત્રી અને જયંતી જોષી શબાબ’, મીરખાન મુતવા, મિયાંહુસેન, રમજાન હાલેપોત્રા, માધવ જોષી રહ્યા હતા. આ તકે વિશ્રામ ગઢવીએ બન્ની-પચ્છમનો ઇતિહાસ, અબ્દુલ બાસિત મુતવાએ બન્ની-પચ્છમનો પહેરવેશ, અબ્દુલ અઝિઝ ખત્રીએ બન્ની-પચ્છમની બોલી તથા અબ્દુલ ગની સમાએ બન્ની-પચ્છમની રહેણી-કરણી તથા રીત-રિવાજ પર પોતાના અભ્યાસલેખ રજૂ કર્યા હતા. બીજા સત્રમાં નારાયણ જોષી કારાયલ’ની ઉપસ્થિતિમાં કલાધર મુતવાએ બન્ની-પચ્છમનું લોક સાહિ‌ત્ય, રોહિ‌ણી કોટકે બન્ની-પચ્છમની હસ્તકલાઓ રજૂ કરી હતી. ઇશા હુસેન મુતવાએ સ્વાગત પ્રવચન, જ્યારે રશીદ સમાએ આભારવિધિ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો